GUJARAT INDIA

ભાજપના નેતાની મોટી સફળતા, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બન્યા દેશના સૌથી..

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકેની સંગઠનની જવાબદારી સંભાળતા સી.આર.પાટીલ પોતાના મતવિસ્તાર માટે પણ 24 કલાક સમય ફાળવી વિકાસ કામોમાં સૌથી અગ્રેસર રહ્યા છે. ભારતના 25 સર્વશ્રેષ્ઠ સાંસદોમાં સી.આર.પાટીલ સૌથી વધુ પ્રભાવશાળી સાંસદ બન્યા છે.

મેગેઝીન ફ્રેમ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં સાંસદ તરીકેના કામકાજ અને મતવિસ્તારની કામગીરીને લઇને કરવામાં આવેલા રેન્ટિંગ માં નવસારી મત વિસ્તારના સાંસદ તરીકે પ્રથમ ક્રમ મળ્યો છે. સતત લોક સંપર્ક માટે બનાવવામાં આવેલા કાર્યાલયને પણ આઇ.એસ.ઓ ટ્રેડમાર્ક પ્રાપ્ત કરેલ છે.

સી આર પાટીલ ની કામગીરી પ્રધાનમંત્રી મોદીએ અવાર નવાર બિરદાવી છે અને કાર્યક્ષમતાની ફેમ ઇન્ડિયા મેગેઝીન અને ઇન્ડિયા પોસ્ટ દ્વારા 25 સંસદમાં પ્રભાવશાળી સાંસદ તરીકે તેમને સ્થાન મેળવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *