GUJARAT INDIA

દિલ્લી બોર્ડર પર 38 દિવસ આંદોલન કર્યા બાદ હવે પંજાબના ખેડૂતોનું ગુજરાતમાં આગમન-જાણો શું છે ખેડૂતોનો અહીં પ્લાન

દિલ્હી ખાતે કૃષિ બિલ મુદ્દે ચાલી રહેલું ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બની રહી હોય તેમ લાગી રહ્યું છે. નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્લી બોર્ડર પર 38 દિવસથી ખેડૂત પ્રદર્શન કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર સાથે 4 જાન્યુઆરીએ યોજાનારી મહત્વની આઠમા તબક્કાની વાતચીત પહેલા શુક્રવારે ખેડૂત સંગઠનની મહત્વની બેઠક યોજવામાં આવશે.

આ બેઠકમાં ખેડૂતો આગળની રણનીતી અંગે ચર્ચા કરશે પરંતુ આ તમામ બાબતો વચ્ચે ગુજરાતમાં પંજાબના ખેડૂતોનું આગમન શરૂ થઇ ગયું છે. એટલે કે ખેડૂત આંદોલન હવે ગુજરાતમાં થાય તેવી સંભાવના છે.પંજાબથી ખેડૂત આગેવાનો સુરેન્દ્રનગર જિલ્લામાં આગમન થયું છે.

દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલન માં સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરના ખેડૂતો દિલ્હી ખાતે જોડાય તે માટે પંજાબના ખેડૂતોએ આહવાન કર્યું છે. 4 જાન્યુઆરી ના રોજ કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે ચર્ચા થશે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ ખેડૂત આંદોલન ની જાહેરાત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *