SPORT

હીટમેન રોહિત શર્મા સહિત આ પાંચ ખેલાડીઓને ટિમ ઇન્ડિયાથી કરવામાં આવ્યા અલગ-કારણ જાણીને ઉડી જશે હોંશ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર સાત જાન્યુઆરીથી ચાર મેચની ટેસ્ટ સિરીઝ ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે. બાયો-સિક્યુરિટી પ્રોટોકોલના નિયમો તોડવાના કારણે ભારતીય ટીમના ઉપ-કેપ્ટન રોહિત શર્મા સહિત કુલ પાંચ ખેલાડીઓને ટીમથી અલગ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા, પૃથ્વી શો, ઋષભ પંત, શુભમન ગિલ અને નવદીપ સૈનીએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બાયો-સિક્યુરિટી પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે. તેમને બંને ટીમોના અન્ય ખેલાડીઓને મળવા દેવામાં આવશે નહીં. જો કે, તેઓ આ સમય દરમિયાન પ્રેક્ટિસ કરી શકશે.

આવી સ્થિતિમાં, બંને ટીમોના ખેલાડીઓને બાયો-બબલની બહાર જવાની મંજૂરી નથી. જો કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આ કાર્યવાહી પહેલા ભારતના ક્રિકેટ બોર્ડના નિયંત્રણના મામલે પણ તપાસના આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *