GUJARAT SURAT

દીકરીએ 100 નંબર પર કહ્યું, “મમ્મી આપઘાત કરશે બચાવો…” થોડી વારમાં પોલીસ પહોંચી અને દરવાજો તોડતાની સાથે જ…

સુરતમાં પોલીસે પરિસ્થિતિની ગંભીરતા સમજીને સમયસૂચકતા દાખવી એક મહિલાને આત્મહત્યા કરતા બચાવી લીધી હતી. શુક્રવારે રાત્રે 8.05 વાગ્યે 18 વર્ષની એક કન્યાએ પોલીસ કન્ટ્રોલ રૂમનો 100 નંબર ડાયલ કરીને ધ્રુસકે ધ્રુસકે રડતા કહ્યું કે, ‘મારી મમ્મીએ રૂમમાં અંદરથી દરવાજો બંધ કરી દીધો છે, તે સ્યુસાઈડ કરી લેશે, એટલે પ્લીઝ તેને બચાવી લો.’ કન્ટ્રોલ રૂમના એએસઆઇ પરેશ પુરાણીએ સ્થિતિની ગંભીરતા પારખીને તાત્કાલિક સ્લીપ બનાવી અઠવાલાઇન્સ પોલીસની પીસીઆરવાનને જાણ કરી હતી.

પીસીઆર વાનના પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધનસિંહને જેવો મેસેજ મળ્યો એ સાથે જ તેઓ તુરંત વાનને પ્રાઇવેટ ડ્રાઇવર આનંદની સાથે અપાયેલા સરનામે ધસી ગયા હતા. પુત્રીએ ફરિયાદ કરી એની માત્ર 6 મિનિટમાં એટલે કે બરાબર રાત્રે 8.11 વાગ્યે કોન્સ્ટેબલ દિલીપસિંહ મહિલાના ઘરે પહોંચ્યા. મહિલાએ દરવાજો અંદરથી બંધ કરીને પુરાઈ ગઈ હતી. જો કે રૂમની બારી ખુલ્લી હતી. એક તરફ પોલીસ દરવાજો ખોલવા વારંવાર વિનંતી કરતી હતી.

બીજી તરફ મહિલાએ ડેટોલ પી લીધું હતું અને બેડની ઉપર ટેબલ મૂકીને દુપટ્ટા વડે ફાંસો ખાવાની તૈયારી કરી રહી હતી. દરવાજો તોડ્યા સિવાય વિકલ્પ નહોતો. પોલીસ કોન્સ્ટેબલે ધડાધડ લાતો મારીને દરવાજો તોડી નાખ્યો અને અંદર ધસી ફાંસીએ લટકવા જતી મહિલાના પગ પકડી લીધા અને તુરંત તેમને નીચે ઉતારી અને તેમના ગળામાંથી ફાંસી કાઢ્યો હતો. મહિલાએ ડેટોલ પીધું હોવાથી તત્કાળ 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે ઘટનાની સંવેદનશીલતા પારખીને વીજળીક ઝડપ દાખવી મહિલાનો જીવ બચાવ્યો હતો.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

આ સમગ્ર ઘટનામાં આપઘાતનો પ્રયાસ કરનાર 18 વર્ષીય પુત્રીએ જે સમજણ દાખવી તે મહત્ત્વની વાત છે. આવેશમાં આવી ગયેલી માતા ખોટું પગલું ભરી લેશે એનો ખ્યાલ આવી જતા તેમણે 100 નંબર ડાયલ કરી તત્કાળ પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરી જેથી માતાનો જીવ બચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *