GUJARAT INDIA

અંતિમ સંસ્કાર દરમિયાન સ્મશાનની છત ધરાશાયી થતા 16 લોકોના મોત-ઓમ શાંતિ લખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એક મોટી દુર્ઘટના બની છે. ગાઝિયાબાદના એક સ્મશાનમાં છત પડી જતાં 16 લોકોનાં મોત થયા છે. હજુ પણ ઘણા બધા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

NDRFની ટીમ પણ લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢી રહી છે.જાણકારી મુજબ મુરાદનગરમાં રહેતા ફ્રૂટના વેપારી રાજારામનું આજે સવારે મોત થયું હતું. અંતિમ સંસ્કાર બાદ જ્યારે વરસાદ શરૂ થયો તો લોકો છત નીચે ઉભા હતા. આ દરમિયાન છત ધરાશાયી થઈ હતી.

ઘટનાની જાણ થતાં ગાઝિયાબાદ પોલીસ અને રેસ્કયૂ ઓપરેશન ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના આશ્રિતોને બે-બે લાખ રૂપિયાની આર્થિક સહાયના આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *