Health INDIA

ડોકટર માં એ પુત્રને ઊંઘની ગોળી આપીને લઇ લીધો જીવ અને પછી જે કર્યું તે જાણી ને ચોંકી જશો …

આંધ્રપ્રદેશના રાજહમુંદ્રીમાં એક ડોક્ટર માતાએ ઊંઘની ઘણી ગોળીઓ આપીને તેના સાત વર્ષના પુત્રની હત્યા કરી હતી, બાદમાં માતાએ પણ ગોળી લઈને આત્મહત્યા કરી હતી. બંને માતા અને પુત્ર કોમામાં ગયા, પાછળથી તેમનું મોત નીપજ્યું. ડોક્ટર માતાની ઓળખ દોથામશેટી લવણ્યા તરીકે કરવામાં આવી છે, જે ત્વચારોગ ની હતી. તેના પિતાનું નામ ડો. બુદ્ધ છે, જે તે વિસ્તારના જાણીતા ડોક્ટર છે.

33 વર્ષીય લવણ્યાના લગ્ન તેલંગણાના ડોકટર સાથે થયા હતા. જોકે બાદમાં બંને વચ્ચેના સંબંધો બગડ્યા હતા. વિવાદના કારણે લવણ્યા તેના પતિ સાથે રાજહમન્ડ્રીમાં તેના પિતા સાથે રહેતી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પતિએ છૂટાછેડાની નોટિસ મોકલી હતી. કદાચ આ જ કારણે લવણ્યાએ આટલું મોટું પગલું ભર્યું.

મળતી માહિતી મુજબ લવણ્યાએ પહેલા તેના પુત્ર નિશાંતને સૂવાની ગોળી આપી હતી. બાદમાં તેણે જાતે ઉંઘની ગોળી ખાધી. હાલ પોલીસે ગુનો નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *