DELHI INDIA

ખેડૂત આંદોલનમાં વધુ 4 ખેડૂતનાં મોત, એકની ઉંમર તો માત્ર 18 વર્ષ હતી-કૉમેન્ટ માં ઓમ શાંતિ લખી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ

કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન રવિવારે 39મા દિવસે પહોંચ્યું. ઉત્તર ભારતની હાડ થીજાવતી ઠંડી, વરસાદ અને રસ્તા પર કાદવ-કીચડ વચ્ચે પણ ખેડૂતો દિલ્હીની વિવિધ સરહદે તંબૂઓમાંથી ખસી નથી રહ્યા. આ દરમિયાન સિંઘુ અને ટિકરી સરહદે વધુ ચાર ખેડૂતના મોત થયા હતા, જેમાં 18 વર્ષનો એક યુવક પણ સામેલ છે. ખેડૂત આંદોલનમાં 39 દિવસમાં અત્યાર સુધી આત્મહત્યા અને બીજા કારણસર કુલ 54 ખેડૂતના મૃત્યુ થયા છે. ખેડૂત નેતા સંયુક્ત ખેડૂત મોરચાના સભ્ય અભિમન્યુ કોહારે કહ્યું હતું કે, શનિવારે રાત્રે વરસાદ પછી અમે વૉટરપ્રૂફ ટેન્ટની વ્યવસ્થા કરી હતી, પરંતુ ઠંડી અને પાણીના ભરાવાથી અમે લોકોને ના બચાવી શકીએ. વરસાદને પગલે લંગર પર પણ અસર પડી છે. વરસાદના કારણે વૃદ્ધો, મહિલાઓ અને બાળકો વધુ હેરાન થયા.

બીજી તરફ, ગાઝીપુર બોર્ડર પર સવારે વરસાદ થયો હતો. આ મુદ્દે ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ સિંહ ટિકૈતે કહ્યું કે, અહીં પહાડો પર વરસાદ થાય, એવી સ્થિતિ બની છે. અમારી અપીલ છે કે, જે પણ ખેડૂતો ગાઝીપુર બોર્ડર આવે, તેઓ ટ્રેક્ટરમાં પોલિથિન, ત્રિપાલ સહિતની ચીજવસ્તુઓ લઈને આવે. ભારતીય કિસાન યુનિયન (લાખોવાલ)ના મહા સચિવ હરિન્દર સિંહે કહ્યું કે, ખરાબ હવામાનના છતાં ખેડૂતો સ્થળ છોડવા તૈયાર નથી. ઊલટાનું ખેડૂતોનું વધુ એક જૂથ રવિવારે દેખાવમાં સામેલ થયું. વરસાદને પગલે ટેન્ટમાં પાણી ઘૂસ્યા હતા, પરંતુ અમે હટીશું નહીં. અમે વૉટરપ્રૂફ ટેન્ટની વ્યવસ્થા કરી છે.

હવામાન વિભાગના મતે, આગામી ત્રણ દિવસ દિલ્હી-એનસીઆરમાં વરસાદ થઈ શકે છે. સોમવારે દિલ્હીમાં કરા પડવાની પણ શક્યતા છે, જ્યારે ત્રણેક દિવસ તાપમાન સાત ડિગ્રી સુધી રહી શકે છે. આ ઉપરાંત હવાની ગતિ સોમવારથી પ્રતિ કલાક 25 કિ.મી. થશે, જેથી દેખાવકાર ખેડૂતોને મુશ્કેલી પડી શકે છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, પહેલીવાર કેન્દ્રમાં આવી અહંકારી સરકાર સત્તામાં આવી છે. દિલ્હીની સરહદે 39 દિવસથી આટલી ઠંડી અને વરસાદમાં સંઘર્ષ કરી રહેલા અન્નદાતાઓને જોઈને દુ:ખ થાય છે. મોદી સરકારે યાદ રાખવું જોઈએ કે, લોકતંત્રનો અર્થ પ્રજા અને ખેડૂતોના હિતોની રક્ષા કરવી એવો થાય છે. હજુ પણ સમય છે. અહંકાર છોડીને શરત વિના કૃષિ કાયદા પાછા ખેંચી લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *