INDIA

આ રાજ્યમાં કાલથી ખુલવા જઈ રહી છે સરકારી સ્કૂલો, 50 ટકા વિદ્યાર્થીને આપવામાં આવી પરવાનગી-જાણો વિગતે

બિહારમાં કોવિડ -19 રોગચાળાને કારણે છેલ્લા નવ મહિનાથી બંધ રહેલી સરકારી શાળાઓ 4 જાન્યુઆરીથી ફરી ખુલશે. પ્રથમ તબક્કામાં 4 મી જાન્યુઆરીથી 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખુલશે. બીજા તબક્કામાં 19 નવેમ્બરથી નર્સરીથી આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવાની યોજના છે. બિહારમાં લગભગ 8,000 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે, જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 36 લાખથી વધુ છે.

બિહાર સરકાર દ્વારા જારી કરાયેલા નિયમો અનુસાર સોમવારથી લગભગ 18 લાખ વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકશે. રોગચાળાને લઈને બિહાર સરકારે જારી કરેલા માર્ગદર્શિકા હેઠળ શાળાઓ અને કોલેજોમાં સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

સત્તાવાર માર્ગદર્શિકા મુજબ, દરરોજ ફક્ત 50 ટકા વિદ્યાર્થીઓ શાળા-કોલેજમાં હાજર રહેશે. જેનો અર્થ એ કે જો કોઈ વર્ગમાં 50 વિદ્યાર્થીઓ હોય, તો માત્ર 25 વિદ્યાર્થીઓ સોમવારે શાળામાં આવશે અને બાકીના 25 મંગળવારે શાળાએ જઈ શકશે.

આ સાથે શાળાઓ અને કોલેજોમાં પણ સેનિટાઇઝરો માટેની વ્યવસ્થા જાળવવી પડશે. તમને જણાવી દઈએ કે, રોગચાળાને કારણે બિહારની તમામ શાળા કોલેજો અને કોચિંગ સંસ્થાઓ 14 માર્ચથી બંધ છે. શાળા ખોલ્યા પછી, બિહાર સરકાર પરિસ્થિતિની સ્થિતિ અંગે દરરોજ સમીક્ષા કરશે અને ત્યારબાદ આગળ શું કરવું તે અંગે નિર્ણય લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *