ENTERTAINMENT

બોલીવુડના ટોચના અભિનેતા ધર્મેન્દ્ર ખેડૂતોના સમર્થનમાં ખુલીને સામે આવ્યા અને કહ્યું કે સરકાર…

ખેડૂતો પોતાની માંગો પર અડી રહ્યાં છે, જ્યારે સરકાર ખેડૂતો આંદોલન પુરુ થવાની આશા રાખી રહી છે.ખરેખરમાં સરકાર સાથે આઠ વખત વાતચીત થઇ હોવા છતાં પણ ખેડૂત આંદોલનનો અંત નથી આવી શક્યો.બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ ખેડૂતોના સમર્થનમાં એક ટ્વીટ કર્યુ છે. તેમને લખ્યું- આજે મારા ખેડૂત ભાઇઓને ન્યાય મળી જાય, દિલથી આશા રાખુ છુ,

વિનંતી કરુ છુ, દરેક સારા લોકોને સકુન મળી જાય. સાથે એક્ટર આંદોલનની એક તસવીર પણ શેર કરી છે.દિલ્હીમાં છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો હવે અભિનેતા ધર્મેન્દ્રએ સપોર્ટ કર્યો છે. ધર્મેન્દ્રનુ કહેવુ છે કે તે પણ ખેડૂતોની સાથે છે અને તેમની માંગો પુરી થવા માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *