GUJARAT SURAT

સુરતમાં મર્સીડીઝ ચાલકે 5 લોકોને અડફેટમાં લીધા, તેમાં એક નિર્દોષનું ઘટના સ્થળે કરુણ મોત-ૐ શાંતિ લખીને શ્રદ્ધાંજલિ આપીએ

ભટાર ચાર રસ્તા પાસે સોમવારે રાત્રે મર્સિડીઝ કારના ચાલકે 5 જણાને અડફેટે લીધા હતા, જેમાં સાઇકલસવારનું ઘટનાસ્થળે મોત થયું હતું, જયારે મોપેડ, કાર અને રિક્ષાવાળાને ગંભીર ઈજા થતાં સિવિલમાં ખસેડાયા છે. મર્સિડીઝ મૂકી ભાગેલો ચાલક દારૂના નશામાં હોવાની આશંકા છે. કારનો ચાલક તેના શેઠને એરપોર્ટ લેવા નીકળ્યો હતો. એ સમયે અકસ્માત થયો હતો. પાંડેસરામાં રહેતો તિવારી અટક ધારી ડ્રાઇવર હોવાની વાત પોલીસે જણાવી છે અને તેના ઘરે પણ મોડી રાત્રે પોલીસ તપાસ માટે ગઈ હતી.

સોમવારે રાત્રે 8.30 વાગ્યાના અરસામાં મર્સિડીઝ કારના ચાલકે ઉધના મગદલ્લા રોડ પર પહેલા દંપતીને ઉડાવ્યા, જેને કારણે ટોળાં ભેગાં થતાં ચાલક ત્યાંથી કાર લઈ ભાગવા ગયો એટલામાં અણુવ્રત દ્વાર પાસે એક કારને ટક્કર મારી, જેથી કારના ચાલકે મર્સિડીઝ કારની આગળ ઊભા રહી બોલાચાલી કરતાં તેના ઉપરથી કાર ચઢાવી દેતાં ચાલક ઊછળીને બોનેટ પર પડયો હતો. બોનેટ લઈને મર્સિડીઝ કારનો ચાલક બ્રેડલાઇનર સર્કલ સુધી ભાગ્યો ગયો હતો.

મોડી રાતે ઉઘના મગદલ્લા રોડ પર બેફામ મર્સિડીઝ ચલાવતા ડ્રાઈવરે એક સાઇકલ, એક બાઈક અને એક ઓટોરિક્ષાને કારની અડફેટે લીધી હતી. કારની અડફેટે ચડેલા સાઇક
જયાં તૈનાત ટીઆરબી જવાનો પાછળ દોડતા બોનેટ પરથી યુવક નીચે ફેકાયો હતો. મર્સિડીઝ કારના ચાલકે ત્યાંથી ભટાર ચાર રસ્તાના સર્વિસ રોડ પરથી એક્ટિવા ચાલક દર્શન વટાણી(30)(રહે,પાર્લે પોઇન્ટ) અને રિક્ષાચાલક અમૂલ કાન્ડે(રહે,બમરોલી)ને અડફટે લીધા બાદ સાયકલ સવાર નિર્મલ રામઘની યાદવ(32)(રહે,ગણેશકૃપા સોસા,પનાસ)ને અડફટે લેતા મોત થયું હતું. ચાલકે એક પોલ સાથે અથડાવતા મર્સિડીઝનો ભુક્કો થતા કાર મૂકી ચાલક ભાગ્યો હતો. સુરતમાં તે યાર્નના ધંધા સાથે સંકળાયેલા ઉદ્યોગકાર ગિરધર કેજરીવાલને ત્યાં નોકરી કરે છે. મૃતક નિર્મલને 3 દીકરી અને એક દીકરો છે. એક માસ પહેલાં ગામથી આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *