UTTAR PRADESH

વધુ એક સરમજનક ઘટના,મંદિર ગયેલ મહિલા પર ગેંગરેપ – આખો કિસ્સો જાણી ને ખૂન ખોળી ઉઠસે

ઉત્તરપ્રદેશથી ફરીવાર મહિલા સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભી કરતી ઘટના સામે આવી છે. યુપીના એક જિલ્લામાં નિર્ભયા જેવી જ ઘટનાને અંજામ આપવામાં આવ્યો જે બાદ પીડિત આધેડ ઉંમરની મહિલાનું મોત નીપજ્યું છે. ઘટનાને દબાવવા માટે પોલીસ તો મહિલાની મોત કૂવામાં પડવાથી થયું છે તેવું રટણ કરી રહી હતી.

રીપોર્ટ અનુસાર મહિલાના શરીર પર ગંભીર ઇજાઓ છે અને સાથે સાથે પ્રાઇવેટ પાર્ટમાં રૉડ જેવી કોઇ વસ્તુ નાખવાની વાત સામે આવી છે. મહિલાની પાંસળીઓ, પગ અને ફેફસા ખૂબ ગંભીર રીતે ડેમેજ થયા હતા. મહિલાના શરીર પર ગંભીર ઇજાઓના નિશાન છે અને પોલીસે અત્યાર સુધી એક આરોપીને ઝડપી પાડ્યો છે જ્યારે બે આરોપીએ ફરાર છે. લાપરવાહી માટે રાઘવેન્દ્ર પ્રતાપ સિંહ નામક પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના બદાયૂંમાં 50 વર્ષની આંગણવાડી સહાયિકા સાથે ગેંગરેપ બાદ હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે.

પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં મહિલા સાથે બર્બરતાની પુષ્ટિ થઈ છે. 50 વર્ષની મહિલા 3જી જાન્યુઆરીના રોજ મંદિરમાં પૂજા કરવા માટે ગઈ અને આરોપ અનુસાર મંદિરના મહંત સત્યનારાયણ, ચેલા વેદરામ અને ડ્રાઈવર જસપાલે ગેંગરેપ કરી જઘન્ય અપરાધ કર્યો અને તે બાદ મહિલાની લોહીલુહાણ લાશને ઘર પાસે ફેંકીને ફરાર થઈ ગયા. પહેલા તો પોલીસે એમ કહ્યું હતું કે કૂવામાં પડવાના કારણે મોત થઈ છે પરંતુ બાદમાં ગ્રામજનોનાઆ હંગામાંના કારણે સત્ય બહાર આવ્યું હતું.આ ઘટનાને દબાવી દેવા માટે લાપરવાહી માટે રાઘવેન્દ્ર પ્રતાપ સિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *