GUJARAT

ડોકટર ની આત્મહત્યા,બાથરૂમ માં પોતાને બંધ કરી કરી આત્મહત્યા-કારણ જાણી ને હોશ ઊડી જશે

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ મેડિકલ કોલેજના સર્જરી વિભાગના ડોક્ટરે આત્મહત્યા કરી લીધી છે. ગુરુવારે બપોરના એક વાગે તેમનો મૃતદેહ ઘરના બાથરુમમાંથી મળી આવ્યો. બાથરૂમ અંદરથી બંધ હતું. પોલીસે દરવાજો તોડીને મૃતદેહને બહાર કાઢ્યો. મૃતદેહ પાસે સર્જરી બ્લેડ પડી હતી. ગર્દનના ભાગમાં કાપો હતો અને લોહી વહેતુ હતું.

12 વાગે બાથરુમમાં ન્હાવા ગયા હતા
માહિતી પ્રમાણે ધનવંતરી નગર હાઉસિંગ બોર્ડ કોલોનીમાં LIG-1/85 નિવાસી ડોક્ટર વિનોદ કુમાર વિશ્વકર્મા (45) મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાં કાર્યભાર સંભાળતા હતા. પત્ની ડોક્ટર મમતા વિશ્વકર્મા વિક્ટોરિયા જિલ્લા હોસ્પિટલ તથા જેલમાં કાર્યરત છે. તેઓ સવારે ડ્યુટી પર જતા રહ્યા હતા. જ્યારે પત્ની ડોક્ટર વિનોદ વિશ્વકર્મા તથા બન્ને દિકરા 13 વર્ષનો સ્પર્શ વિશ્વકર્મા તથા અનુભવ વિશ્વકર્મા ઘર પર હતા. 12 વાગે લગભગ ડોક્ટર વિનોદ વિશ્વકર્માએ બાળકોને ડ્રોઈંગ રૂમમાં બેસાડ્યા અને બાથરૂમમાં ન્હાવાની વાત કરી ક્યાંક જતા રહ્યા હતા.

એક વાગે પત્ની પરત ફરી ત્યારે ખુલાસો થયો
બપોરે એક વાગે પત્ની ડોક્ટર મમતા વિશ્વર્મા ઘરે પરત ફરી. બાળકો ડ્રોઈંગ રૂમમાં ટીવી જોતા હતા. પપ્પા અંગે પૂછતા કહ્યું કે તેઓ બાથરૂમમાં ન્હાવા ગયા છે. થોડી રાહ જોયા બાદ અવાજ કરી બોલાવ્યા. દરવાજો ખખડાવ્યો પણ અવાજ ન આવ્યો. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી અને દરવાજો તોડી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. સંજીવની નગર ટીઆઈ ભૂમેશ્વરી ચૌહાણના જણાવ્યા પ્રમાણે ડોક્ટર વિનોદ વિશ્વકર્માના ઘરે કોઈ સુસાઈટ નોટ મળી નથી. પ્રાથમિક માહિતી પ્રમાણે ડોક્ટર વિનોદ વિશ્વકર્મા પેટ સંબંધિત બીમારીથી પીડાતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *