AHMEDABAD GUJARAT

વહીલચેરમાં બેઠેલા પિતાને તેના જ દીકરાએ મારી લાતો, ભાઈ ભાભીએ પણ માર માર્યો-કારણ જાણીને ચોંકી જશો

સેટેલાઈટમાં રહેતા નિવૃત્ત સરકારી કર્મચારીનો પુત્ર તેમની સાથે રહેતો નહીં હોવા છતાં પિતાના પેન્શનના પૈસા લેવા તેમના ઘરે પહોંચી, પિતા સાથે ઝઘડો કરી તેમની વ્હીલચેરને લાત મારી પાડી દીધા હતા. જ્યારે મોટા ભાઈ-ભાભી સાથે પણ ઝઘડો કરી મારામારી કરી હતી.

સેટેલાઈટમાં સોમેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ ડાહ્યાભાઈ ગોહિલ(62)નિવૃત્ત સરકારી કર્ચમારી છે. તેમના 3 દીકરા પૈકી બીજા નંબરનો દીકરો દિનેશ(38) પિતા સાથે રહે છે. જ્યારે મોટો દીકરો મનીશ અને નાનો દીકરો જીતેન્દ્ર જુદા રહે છે. જીતેન્દ્ર અવારનવાર પેન્શનના પૈસા લેવા માટે પિતા પાસે આવતો અને ઝગડો કરતો હતો.

બુધવારે સાંજે 7.30 વાગ્યે જીતેન્દ્રએ રમેશભાઈ પાસે અાવીને કહ્યું કે તમે બંને મોટા દીકરાને તેમના ઘર લઈ આપ્યા છે, મને ઘર કેમ નથી લઈ દેતા, તેમ કહીને પિતાની વ્હીલચેરને જોરથી લાત મારતા રમેશભાઇ વ્હીલચેર પરથી પડી ગયા હતા. જેથી દિનેશ અને તેની પત્ની રમીલા દોડી આવતા જીતેન્દ્રએ તેમની સાથે પણ ગાળાગાળી કરી તે બંનેને ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી પાડોશીઓએ તેમને છોડાવ્યા હતા. ત્યારે જીતેન્દ્રએ રમેશભાઈને ધમકી આપી હતી કે જો તમે મને પેન્શનના પૈસા નહીં આપો તો તમારા હાથ-પગ તોડી નાખીશ.

આ અંગે રમેશભાઈએ દીકરા જીતેન્દ્ર વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે જીતેન્દ્રએ પણ તેના ભાઈ દિનેશ વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *