GUJARAT

ગુજરાતના આ જિલ્લામાં આવ્યા ફરી વાર ભૂકંપના આંચકા-જાણો તમારે ત્યાંતો નથી આવ્યાને

છેલ્લા ઘણા સમયથી કચ્છમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આજે બપોરે 12.36 વાગ્યે રાપરમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો જેની તીવ્રતા 2.2 હતી. ભૂકંપનું કેંદ્ર બિંદુ રાપરથી 22 કિમી દૂર હતું.

કચ્છ ફરી 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. કચ્છમાં સાંજે 7 વાગ્યે અને 22 મિનિટ પર ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું એપી સેન્ટર ભચાઉથી 9 કિલોમીટર દુર છે

આ પહેલા કચ્છમાં ભૂંકપના બે આંચકા નોંધાયા હતા. રાત્રે 12.26 વાગ્યે દુધઇમાં 1.8 ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો નોંધાયો હતો. દુધઇથી 22 કિમી દૂર ભૂંકપનુ કેન્દ્રબિંદુ હતું. જ્યારે સવારે 5.57 વાગ્યે બેલામાં 3.1 ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો. બેલાથી 44 કિમી દૂર ભૂંકપનુ કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *