GUJARAT INDIA

દીપડાનો કહેર: વધુ એક માસૂમનો ગયો જીવ, ઉનામાં દીપડાએ 4 વર્ષના બાળકને ફાડી ખાધું-કૉમેન્ટમાં ઓમ શાંતિ લખી શ્રધાંજલિ પાઠવીએ

ગીરગઢડાના નવા જુના ઉગલા ગામની વચ્ચે સીમમાં જમીન ધરાવતા બાલુભાઇ રાણાભાઇ નાવડીયાની વાડીમાં સાંજના 4 વાગ્યાના સુમારે વાડીનું ભાગીયુ રાખી કામ કરતા બકુલભાઇ બચુભાઇ મકવાણા અને તેના પત્નિ ખેતી કામ કરતા હતા. અને વાડીના કુવા પાસે રહેણાંકીય મકાન પાછળ ત્રણ નાની દીકરી અને ત્રણ દિકરા રમત રમતા હતા. દરમિયાન બાજુની વાડીમાંથી ચણાના વાવેતર અંદરથી ખૂંખાર માનવભક્ષી દીપડો આવી ચઢિયો હતો.

બાળકો રમતા હતા તેમાંથી હસમુખ બકુલભાઇ મકવાણાને ગળા માંથી પકડી ઉઠાવી જઇ ધટના સ્થળે ફાડી ખાદ્યો હતો. આ દરમિયાન બાળકોએ રાડારાડી કરતા નજીકમાં કામ કરતા બકુલભાઇ મકવાણા અને તેની પત્નિ લક્ષ્મીબેન દોડી આવતા આ ખૂંખાર માનવભક્ષી દીપડો ચણાના વાવેતરમાં છુપાઇ ગયો હતો. આ ધટના બનતા બકુલભાઇએ તાત્કાલીક નવા ઉગલા ગામના ઉપસરપંચ જીણાભાઇ ભરવાડને જાણ કરી હતી. જશાધાર રેન્જના આરએફઓને જાણ કરતા વન્ય વિભાગની ટીમ ધટના સ્થળે દોડી આવી હતી. અને મૃતક બાળક હસમુખ મકવાણાને સરકારી હોસ્પીટલે પીએમ માટે ખસેડેલ છે. આ બનાવ બનતા આ વિસ્તારમાં ભારે હાહાકાર મચી ગયો છે. અને ખેતીવાડી સાથે સંકળાયેલા શ્રમિકો અને ખેડૂતો પણ વન્ય પ્રાણીના ભયથી થરથર કાપી રહ્યા છે.

8 દિવસ પહેલા કોડીનારના વિઠ્ઠલપુર ગામે માનવભક્ષી દીપડાએ હુમલો કરી 30 વર્ષના યુવાનને મોતને ઘાટ ઉતારી દીધેલ હતો. આ ધટનાની શાહી સુકાઇ નથી. ત્યા તો ગીરગઢડા પંથકના જુના ઉગલા ગામની સીમમાં બાળકને માવનભક્ષી દીપડાએ ફાડી ખાધાની ઘટના બનતા આદમખોર દીપડાને પાંજરે પુરવા જશાધાર વન્ય વિભાગની તમામ ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી. આખરે હુમલાખોર દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *