UTTAR PRADESH

આ પ્રાણી સંગ્રહાલયમાં બધા પક્ષીઓને મારી નાખવાનો આદેશ, કારણ જાણીને ચોંકી જશો….

ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂનો ખતરો મંડરાઇ રહ્યો છે. લખનઉ ઝૂમાં પક્ષીઓમાં બર્ડ ફ્લૂનો વાયરસ મળ્યા બાદ ઝૂના બર્ડ સેક્શનને બંધ કરી દેવામાં આવ્યુ છે. બર્ડ હાઉસમાં લોકોના જવા પર રોક લગાવી દેવામાં આવી છે. સાથે જ કાનપુર ઝૂના તમામ પક્ષીઓને મારવાનો આદેશ પ્રશાસને આપ્યો છે. અહીં પણ કેટલાંક પક્ષીઓમાં બર્ડ ફ્લૂનો વાયરસ મળ્યો છે. હાલ કાનપુર ઝૂને સીલ કરી દેવામાં આવ્યુ છે.

જણાવી દઇએ કે કાનપુર ઝૂમાં બર્ડ ફ્લૂનુ સંક્રમણ મળવા પર ઝૂને સીલ કરી દેવામાં આવ્યું છે. અહીં ચાર પક્ષીઓના મોતના રિપોર્ટમાં બર્ડ ફ્લૂના વાયરસ મળ્યા છે. કાનપુર કમિશ્નર રાજશેખરના આદેશ પર ઝૂની આસપાસના વિસ્તારને રેડઝોન ઘોષિત કરી દેવામાં આવ્યો છે. અહીં પ્રશાસન અને નિવાસી એલર્ટ થઇ ગયા છે.

તમામ પક્ષીઓને મારવાનો આદેશ
આ ઉપરાંત પ્રશાસને ઝૂના પક્ષીઓને પણ મારવાનો આદેશ ઝૂના પ્રશાસનને આપ્યો છે. આ ઝૂમાં બે દિવસમાં 10 પક્ષીઓના મોત નિપજ્યા છે જેમાંથી ચાર પક્ષીઓના સેમ્પલ ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતાં. ત્યાંથી આવેલા રિપોર્ટમાં ચારેય પક્ષીઓમાં બર્ડ ફ્લૂનો વાયરસ મળી આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *