GUJARAT INDIA

પાકિસ્તાન ની ત્રણ ચોંકી નો ખાતમો કરતા આપડા દેશ નાં ત્રણ સૈનિકો નાં મોત-કૉમેન્ટ માં જય હિન્દ લખી સહિદો ને શ્રદ્ધાંજલી આપીએ

પાકિસ્તાની સેનાની અવળચંડાઇ યથાવત જ છે. શનિવાર બપોરે પાકિસ્તાન સેનાએ રજૌરી જિલલાના કલાલ, ઝંગડ અને કલસિયા સેક્ટરના ઘણા ગામોને નિશાન બનાવીને ભારે ગોળીબાર કર્યો હતો. પાકિસતાની સેના ગોળીબારીની આડમાં આતંકીઓને ભરતીય સીમાની અંદર મોકલવાનો પ્રયાસ કરી રહી છે. જેને ભારતીય સેનાના સતર્ક જવાનોએ નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સેનાએ કરેલી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાની બે થી ત્રણ ચોકીઓનો નાશ થયો છે. સાથે જ પાકિસ્તાની સેનાના ત્રણ સૈનિકો પણ માર્યા ગયા છે.

શનિવારે બપોરે પાકિસ્તાની સનાએ હથિયારો સાથે આતંકીઓને ભારતીય સીમાની અંદર દખલ કરવા માટે સરહદના ગામડઓને નિશાન બનાવીને ભારે ગોળીબારી શરુ કરી હતી. આમ કરીને તે ભારતીય સેનાનું ધ્યાન ભટકાવવા માંગતા હતા. પહેલા હળવી અને બાદમાં અંધાધૂંધ ગોળીબારી શરુ કરી. ત્યારે સરહદ પર રહેલા આપણા સતર્ક જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો અને આતંકીઓની ઘૂસણખોરીના પ્રયાસને પણ નિષ્ફળ બનાવ્યો.

ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં પાકિસતાની સેનાને મોટું નુકસાન થયું છે. એક અઠવાડિયાની શતિ બાદ પાકિસ્તાન શુક્રવાર રાતથી જ સરહદ ઉપર ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન શરુ કર્યુ હતું. ત્યારે પણ પાકિસ્તાની સેનાએ સરહદ પરના ગામડાને નિશાન બનાવ્યા હતા. ત્યારે પણ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *