Uncategorized

પ્રધાનમંત્રી કિશાન યોજનાને લઈને થઈ શકે છે આ મોટી જાહેરાત-જાણો વિગતે

કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિ અંતર્ગત 6 હજાર રૂપિયાનામાં વધારો કરી શકે છે અને આ બજેટમાં ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે આ રકમ કૃષિ માટે અપૂરતી છે અને તેમાં વધારો કરવો જોઈએ.

નાણાકીય વર્ષ 2019-20 માટે અંદાજે લગભગ 1.51 ના કરોડ રૂપિયા હતું. જે આગામી નાણાકીય વર્ષમાં વધીને 1.54 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.ખેડૂતોનું કહેવું છે કે પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમ દર મહિને 500 રૂપિયા છે જે એકદમ ઓછી છે અને 1 વિઘામાં ડાંગરનો પાક લેવા માટે આશરે 3-3.5 હજાર રૂપિયા લાગે છે.

આવી સ્થિતિમાં વધુ જમીન વાળા ખેડૂતો માટે 6 હજાર રૂપિયાની સહાય બહુ ઓછી છે.આ યોજના 1 ડિસેમ્બર 2018 ના રોજ શરૂ કરવામાં આવી હતી અને આ અંતર્ગત કેન્દ્ર સરકાર વર્ષના 2 હજાર રૂપિયાના હપ્તા તરીકે વાર્ષિક 6 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં મોકલે છે અને આ તમામ ખેડૂતોને લાભ મળે છે. પીએમ કિસાન સન્માન નિધિ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આ યોજનાનો લાભ 11.47 કરોડ ખેડૂતો લઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *