SURAT

ભરબજારે હત્યા: લોકોની નજર સામે યુવકે છરીના ઘા મારીને કરી નાખી હત્યા-કારણ જાણીને ચોંકી જશો

સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલ વેડરોડ ખાતે ગઈ કાલે સાંજે ધમચકડી મચી હતી. વેડરોડ વિસ્તારમાં આવેલ પ્રાણનાથ હોસ્પિટલ પાછળ રહેતો નવીન ઉર્ફે જાડિયો રાજેન્દ્ર સીંધવન આ જ વિસ્તારમાં ત્રિવેણી સોસાયટીમાં રહેતા પરેશ કોષ્ટી નામના યુવાન સાથે ઝગડો થયો હતો. પરેશે નવીનને ઠપકો આપ્યો હતો, તે વાતનું લાગી આવતા નવીન ચપ્પુ સાથે પરેશને મારવા તેની સોસાયટીમાં પહોંચી ગયો હતો.

જોકે નવીન ચપ્પુ લઇને જતા સોસાયટીના લોકો એકત્ર થઈ ગયા હતા અને નવીન સમજવાનો પ્રયાસ કર્યા હતો, પણ નવીન કોઈ બાબતે સમજવા ત્યાર ન હતો અને ચપ્પુ સાથે સમગ્ર વિસ્તારમાં ધમાચકડી મચાવી હતી. જોત જોતામાં નવીને પરેશને ચપ્પુ મારી દેતા પરેશ ગંભીર રીતે ઇજા થયો હતો.

સ્થાનિક લોકો પરેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે પરેશે તબીબો સારવાર કરે તે પહેલાં જ દમ તોડી નાખ્યો હતો. પોલીસે નજીકમાં લાગેલા સીસીટીવી તપાસ કરતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *