GUJARAT

શુ વાંક હતો આ માસુમ નો,એક જ સોસાયટી માંથી 13 કુતરા અને 4 ગલૂડિયાં ના રહસ્યમય મોત-કોમેન્ટ માં ૐ શાંતિ લખી શ્રદ્ધાંજલિ આપીયે

જસદણમાં ચોટીલા રોડ પર આવેલી માંધાતા સોસાયટીમાં 13 કુતરા અને 4 ગલૂડિયાંનાં ભેદી મોત નીપજતાં જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો.આ બનાવની જાણ માંધાતા સોસાયટીમાં રહેતા જીવદયાપ્રેમીઓને થતા તાત્કાલિક જસદણ પશુ દવાખાનામાં જાણ કરવામાં આવતાં પશુ ચિકિત્સક ઘટનાસ્થળે મુલાકાતે દોડી આવ્યા હતા. બાદમાં કલાકો સુધી તેઓ દ્વારા કોઈ કાર્યવાહી નહી કરાતા એનીમલ હેલ્પલાઈનનો સંપર્ક કરાયો હતો. પરંતુ એનિમલ હેલ્પલાઈનના જવાબદારો દ્વારા આજે રવિવારે રજા હોવાનું જણાવતા જીવદયા પ્રેમીઓમાં ભારે નારાજગી ઊઠવા પામી હતી.

આખરે જસદણ નગરપાલિકા તંત્રને જાણ કરવામાં આવતા તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાલિકાના વાહનમાં તમામ કૂતરાઓના મૃતદેહને લઈ ગયા હતા.જસદણની માંધાતા સોસાયટીમાં રહેતા સંદીપભાઈ મોહનભાઈ વાળાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,

માંધાતા સોસાયટી અને મોહનનગર સોસાયટીમાં ચોરી કરવાનું ષડયંત્ર ઘડાઈ રહ્યું હોય તેવું હાલના સમયમાં જણાઈ આવે છે. આજે અમારા વિસ્તારમાં એકીસાથે અનેક કુતરાઓના મૃત્યુ થયેલા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સવારે સોસાયટીમાં જોયું તો 13 કુતરા અને 4 ગલૂડિયાંના મૃતદેહ મળી આવ્યા હતા.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *