GUJARAT INDIA

તબેલામાં અચાનક આગ લગતા 16 ગાય-વાછરડા સહિત ઘોડીનુ થયું મોત-ૐ શાંતિ લખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ

ભરૂચના કંબોડિયામાં લાગેલી આગે ચકચાર મચાવી છે. કંબોડિયાના એક તબેલામાં અચાનક આગ લાગતા 17 પશુઓના મોત થયા છે. પશુપાલક રામભાઇ રાખોલીયા બપોરે જમવા બેઠા હતા. આ સમયે તબેલામાં આગ લાગી હતી, જેને લઇને ગાય અને વાછરડાઓમાં નાસભાગ મચી ગઇ હતી. આગ લાગતાની સાથે જ પશુપાલકોએ તાત્કાલિક પાણી મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. 12 જેટલા પશુઓને બચાવી લેવાયા હતા. જોકે 20 મિનિટમાં તબેલો બળીને ખાખ થઇ ગયો હતો.

આ તબેલામાં આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી. જોકે, તબેલા ફરતે નેટ અને વાસ બાંધેલા હતા અને અંદર ઘાસ ભરેલું હતું. જેથી ઘાસમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તબેલામાં આગ લાગતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવા ખુબ જ પ્રયાસ કર્યો હતો. લોકોએ તબેલામાં આગ લાગતા માટી તેમજ પાણીનો છંટકાવ કર્યો હતો પરંતુ આગ કાબૂમાં આવી ન હતી અને આગમાં 17 અબોલા પશુઓના મોત નિપજ્યા હતા. તેથી જો આ નેત્રંગમાં ફાયર સ્ટેશનની વ્યવસ્થા હોત તો કદાચ આ ઘટનામાં આટલી મોટી જાનહાની થઇ ન હોત.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *