INDIA SPORT

ચોથી ટેસ્ટ મેચ માં ટીમ ઇન્ડિયા ને મોટો ઝટકો,જસપ્રીત બુમરાહ ચોથી ટેસ્ટમાંથી બહાર -કારણ જાણી ને ચોકી જશો

સતત ખેલાડીઓ સીરીઝમાંથી બહાર થઇ રહ્યાં છે. ટૂરની છેલ્લી ટેસ્ટ મેચ, ચોથી ટેસ્ટ પહેલા ભારતને વધુ એક મોટો ફટકો લાગ્યો છે, પીટીઆઇના રિપોર્ટ પ્રમાણે જસપ્રીત બુમરાહ ચોથી ટેસ્માંથી બહાર થયો છે. રિપોર્ટ છે કે જસપ્રીત બુમરાહને પેટમાં ખેંચ અને દુઃખાવો થઇ રહ્યો છે, જેના કારણે તે ચોથી ટેસ્ટ નહીં રમી શકે. ઉલ્લેખનીય છે કે ત્રીજી ટેસ્ટમાં ભારતને ડ્રૉ કરાવવા માટે સંઘર્ષ કરી રહેલા ખેલાડીઓ પણ ઇજાગ્રસ્ત હતા,

રિષભ પંત-
સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે પંત કમિંસનો બોલ પર પુલ શોટ ફટકારવાના પ્રયાસમાં તે ચુકી ગયો હતો અને બોલ તેના જમણા હાથની કોણીમાં વાગ્યો હતો. વિકેટકીપર અને બેટ્સમેન રિષપ પંતને સ્કેન માટે મોકલવામાં આવ્યા હતા, જોકે ઇજા હોવા છતા પંત ત્રીજી ટેસ્ટમાં પાંચમા દિવસે બેટિંગ કરવા મેદાન પર આવ્યો હતો.

રવિન્દ્ર જાડેજા-
ત્રીજી ટેસ્ટ મેચમાં જાડેજાએ શાનદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ડાબા અંગૂઠામાં ફ્રેક્ચરના કારણે બ્રિસબેનમાં 15 જાન્યુઆરીથી રમાનારી સીરિઝની અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. રવિન્દ્ર જાડેજાના ડાબા હાથના અંગૂઠામાં ડિસ્લોકેશન અને ફ્રેક્ચર છે. તેના માટે બેટિંગ કરવું મુશ્કેલ રહેશે. ઓછામાં ઓછા બેથી ત્રણ અઠવાડિયા રમતથી દૂર રહેશે. તેથી તે અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં જાડેજાએ અણનમ 28 રન બનાવ્યા હતા. તેણે ઝડપથી રમતા 27 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે પ્રથમ ઇનિંગમાં બોલિંગ કરતાં જાડેજાએ સૌથી વધારે ચાર વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં 18 ઓવરમાં 62 રન આપીને ચાર વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *