GUJARAT RAJKOT

મોડી રાત્રે BMW કાર અને બાઈક ચાલક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલકનું થયું કરુણ મોત-ૐ શાંતિ લખીને શ્રદ્ધાંજલિ આપીએ

રાજકોટમાં મોડી રાત્રે 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ નજીક BMW કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. થોરાળા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પુરપાટ ઝડપે આવતી BMW કારેબાઇક ચાલકને હડફેટે લીધો હતો. કોર્પોરેશન ખાતે ઢોર પકડતા કર્મચારી નોકરી કરીને પોતાના ઘરે તરફ જતા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, રૈયા ગામના 40 વર્ષિય જયંતિભાઈ રાઠોડ કોર્પોરેશનમાં ઢોર પકડવાનું કામ કરે છે. તેઓ પોતાની નોકરી પતાવીને પોતાના બાઈક લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન એક પુરપાટ ઝડપે આવતી BMW કારે તેમને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છેકે, BMW કાર લક્કીરાજ ભગવાનજી અકવાલિયા ચલાવતો હતો અને લક્કીરાજે કેફી પદાર્થ પીધું હતું. જેના નશામાં કાર પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. પોલીસે લક્કીરાજની અટકાયત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *