GUJARAT INDIA

ઉતરાયણ પર ધાબા પરથી પતંગ લૂંટવા જતા વિજળી નો કરંટ લાગતા એકજ પરિવાર ના બે ભાઈઓ ના મોત – ઓમ શાંતિ લખી શ્રધાંજલિ આપીએ

વિરમગામ શહેરમાં 13 જાન્યુઆરી બુધવારની સાંજે પતંગ રસિયાઓ સહિત નાના મોટા સહુ ઉત્તરાયણ મહાપર્વની પતંગ દોરા સહિતની ખરીદી કરવા બજારમાં ઉમટી પડ્યા હતા ત્યારે વિરમગામ શહેરમાં આવેલ નુરી સોસાયટી ખાતે પતંગ લૂંટવા જતા બે સગીર સગાભાઈઓને વીજ કરંટ લાગતા મૃત્યુ પામતા શહેરભરમાં કરૂણ ઘટનાથી શોકની લાગણી છવાઈ ગઈ હતી.

શહેરમાં ઉતરાયણ પર્વને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ઉત્તરાયણ મહાપર્વની પૂર્વ સંધ્યાએ શહેરમાં આવેલ નૂરી સોસાયટી વિસ્તારમાં બે સગા ભાઈઓ મીરઝા તુફેલ જાવેદભાઈ (ઉં.વ. 17),મિરઝા મુઝમ્મીલ જાવેદભાઈ (ઉં.વ.15) પોતાના ધાબા પર લોખંડની પાઇપ વડે પતંગ લૂંટવા જતા ધાબા પાસેથી પસાર થતા વીજ વાયરને લોખંડની પાઇપ અડી જતા એક ભાઈને કરંટ લાગતા બીજો ભાઇ છોડાવવા જતાં બંને ભાઈઓને વીજ કરંટ લગતા બન્ને ને તાત્કાલિક વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા હાજર ડોક્ટર દ્વારા બંન્ને ભાઈઓને મૃત જાહેર કરાયા હતા વિરમગામ શહેરમાં આ કરૂણ ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *