GUJARAT INDIA

ઉતરાયણ ના દિવસે કુલ 209 કેસ ધાબા પરથી નીચે પડવાના અને ગળું કાપવાના નોંધાયા- ઓમ શાંતિ લખીએ

રાજ્યમાં ઉત્તરાયણના દિવસે રાતે 8 વાગ્યા સુધીમાં ગળા કપાવા અને ધાબા પરથી નીચે પડવા સહિત કુલ 209 જેટલા કોલ 108 ઇમરજન્સીને મળ્યા છે. સૌથી વધુ અમદાવાદમાં 77 કોલ મળ્યા છે. જેમાં 22 લોકો ધાબા પરથી નીચે પડ્યા છે જ્યારે 28 લોકો દોરીના કારણે ઇજાગ્રસ્ત થયા છે. બાદમાં વડોદરામાં 20, રાજકોટમાં 16 અને સુરતમાં 14 જેટલા કોલ દોરી વાગવા અને નીચે પડવાના મળ્યા છે.

સંતરામપુરના યુવકનું દોરીથી ગળું કપાતા મોત
ગોધરા હાઇવે પર મોરાથી મોરવા હડફ તરફ જતાં બાઈક ચાલક યુવકને ગાળામાં દોરી વાગતા સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકની ઓળખ સંતરામપુરના નાની રેલના વતની ૩૦ વર્ષના યુવાન સુભાષ ખુમાભાઈ સિંગાડા તરીકે કરવામાં આવી છે.

અમદાવાદના વિસત સર્કલે 7 વર્ષનો બાળક પતંગ પકડવા જતા કારની અડફેટે ચડતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો.રાજ્યમાં પતંગની દોરીએ અનેક લોકોના ગળા કાપ્યાના બનાવ બન્યા હતા. ગત વર્ષે 1309 જેટલા કોલ હતા તેની સામે ઓછા કોલ મળ્યા છે.

3 Replies to “ઉતરાયણ ના દિવસે કુલ 209 કેસ ધાબા પરથી નીચે પડવાના અને ગળું કાપવાના નોંધાયા- ઓમ શાંતિ લખીએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *