GUJARAT INDIA

વલસાડ માં બે બાળકો નદી માં ફક્ત પગ ધોવા ગયા ને ડૂબી ને નિપજયા કરુણ મોત – ઓમ શાંતિ લખીએ

વલસાડ તાલુકાના ફલધરા ગામમાં આવેલી કાવલી ખાણકીમાં બાઈક ધોઈ પગ ધોવા ગયેલા 2 બાળકોના પગ સ્લિપ થઈ જતાં ડૂબી ગયાં હતાં.

બાળકોની સાથે ગયેલા ગુલાબભાઈ પટેલે બાળકોને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા. ગુલાબભાઈને તરતા આવડતું ન હોવા છતાં કિનારેથી બંને બાળકોને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં બંને બાળકો હાથ ન લાગતા બહાર નીકળી બૂમાબૂમ કરી હતી. સ્થાનિક લોકો દોડી આવતાં બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. 108 એમ્બ્યુલન્સની ટીમની મદદ લઈને બાળકોને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *