GUJARAT INDIA

દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રીઓમાં રૂપાણી 10 માં નંબરે આવે છે તો પહેલા ક્રમ પર કોણ? જાણો વિગતે

દેશના 31 મુખ્યમંત્રીઓમાંથી સૌથી સારા અને સૌથી ખરાબ મુખ્યમંત્રી કોણ છે ? આ સવાલને લઈને તમારી ચેનલ એબીપી ન્યૂઝે દેશનો મૂડ જાણવાની કોશિશ કરી છે. સર્વેમાં સૌથી સારા 3 મુખ્યમંત્રીઓમાં ભાજપના મુખ્યમંત્રી સામેલ નથી. સર્વે મુજબ, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક દેશના સૌથી પોપ્યુલર મુખ્યમંત્રી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ યાદીમાં બીજા નંબર પર છે. ત્રીજુ નામ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીનું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ યાદીમાં 10માં નંબર પર છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવત, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટ્રર અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને પોત-પોતાના રાજ્યોમાં લોકોએ ખૂબ જ ઓછા પસંદ કર્યા છે. એટલે કે ત્રણેયની લોકપ્રિયતા ઓછી છે. સર્વેક્ષણમાં સામેલ 11 રાજ્યોના મુખ્યમંત્રીઓની લોકપ્રિયતા સરેરાશ કુલ મુખ્યમંત્રીઓની 42.8 ટકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *