Uncategorized

ગુજરાતમાં માસ્કના કાયદાને વધુ કડક બનાવવા માટે આવ્યો નવો નિયમ-જાણીને ચોંકી જશો

શહેરમાં કાર ચાલકોના માસ્ક પહેરવા અંગે શહેર પોલીસ કમિશ્નરે સ્પષ્ટતા કરતો પત્ર બહાર પાડ્યો છે. જેના અનુસાર અમદાવાદ શહેરમાં શહેરમાં કારચાલકો એકલા હશે તો પણ માસ્ક પહેરવું પડશે. અત્યાર સુધી એવું હતું કે એક વ્યક્તિ કારમાં સવાર હોય તો માસ્ક આવશ્યક નહીં. પરંતુ આરોગ્યમંત્રાલય તરફથી મળેલી સૂચના મુજબ ગૃહ મંત્રાલયના નિર્દેશથી અમદાવાદ પોલીસે આ સ્પષ્ટતાનો વિસ્તૃત પત્ર બહાર પાડ્યો છે.

એટલે કે જો માલિક કે ડ્રાઈવર એકલા જ કારમાં જતાં હશે અને માસ્ક ન પહેર્યો હોય તો પોલીસ દંડ વસૂલશે. સ્વભાવિક રીતે આ પ્રકારના જ નિયમોનો અમલ અન્ય શહેરોમાં પણ થશે. જો કે, અન્ય શહેરોની પોલીસ તરફથી આવી સ્પષ્ટતા આવી હોય તેવા કોઈ અહેવાલ નથી.

રાજ્યના ગૃહ વિભાગે જાહેરસ્થળો, કાર્યસ્થળો અને મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. ત્યારે ફોર વ્હીલરમાં મુસાફરી દરમિયાન વાહનમાં એક વ્યક્તિ હોય તો પણ તેણે માસ્ક ફરજિયાત પહેરવું પડશે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *