GUJARAT JAMNAGAR

શાળાઓ ખુલતાની સાથે કોરોના પોઝિટિવ આવેલી વિદ્યાર્થીનીને લઈને શિક્ષણમંત્રીનો ખુલાસો-જાણો શું કહ્યું

શિક્ષણમંત્રીએ જામનગરમાં વિદ્યાર્થીઓની કોરોના પોઝિટિવ આવી હતી તે અંગે ખુલાસો કર્યો હતો. જામનગરના જોડિયામાં હોસ્ટેરમાં એન્ટ્રી લેતા પહેલાં જ દીકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ધોરણ 10 અમાં અભ્યાસ કરતીદીકરી શાળાએ ગઈ જ નથી. શાળા જતા પહેલા જ 4 દીકરીઓના ટેસ્ટ થયા જેમાંથી એક પોઝિટિવ આવી. એટલે તેને ઘરે પરત મોકલવામાં આવી હતી અને શાળા બંધ થઈ નથી.

રાજ્યભરમાં ધોરણ-10 અને 12ની શાળાો શરૂ થઈ છે. શાળાઓ શરૂ થતા જ જામનગરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. જોડિયાની હુન્નર શાળાની વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધોરણ 10ની વિદ્યાર્થિનીને કોરોનાની પુષ્ટી થતા તંત્ર અલર્ટ થયું હતુ.

જોકે જામનગર શહેર-જિલ્લામાં આખરે કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંકડો સિંગલ ડિઝીટમાં આવ્યો છે. ગઈકાલે જામનગરની સરકારી GG હોસ્પિટલમાં જામનગર શહેરના 08 પોઝિટીવ કેસ નોંધાયાં હતાં. જ્યારે ગ્રામ્યનો માત્ર 01 પોઝિટિવ કેસ નોંધાયો હતો. જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 7,687નો થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારનો આંકડો 2,295નો થયો છે. આ બન્ને મળીને જિલ્લામાં કુલ 9,986 લોકો કોરોનાના કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *