AHMEDABAD GUJARAT

શરમજનક કૃત્ય:સગીરા ને ગાલ પર કિસ કરી આચર્યું દુષ્કર્મ, પાછી ધમકી આપી કોઈ ને કહીશ તો મારી નાખીશ – આવા ને તમારા માટે શું સજા થવી જોઈએ કૉમેન્ટ માં જણાવો

શહેરમાં નાની બાળકીઓ સાથે છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ ફરી વધવા લાગી છે. નજીકના સંબંધી અને મિત્ર વર્તુળના લોકોમાંથી જ નરાધમો સામે આવે છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં 15 વર્ષીય સગીરા અને તેની બહેન એકલી હતી, ત્યારે નાની બહેનને બહાર મોકલી યુવકે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે જો કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

માતાપિતા ઘરે આવતા સગીરાએ તેમને જાણ કરી હતી. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.અમરાઇવાડી વિસ્તારમાં રહેતો પરિવાર શાકભાજીની લારી ચલાવી ગુજરાન ચલાવે છે. પરિવારમાં 15 અને 5 વર્ષની બે નાની દીકરીઓ અને એક દીકરો છે. વસ્ત્રાલ ખાતે રહેતો અને અમરાઇવાડી ન્યુ કોટન મિલ ખાતે કામ કરતો નીરજ વર્મા નામનો યુવક તેમના ત્યાં બટાકા- ડુંગળી લેવા અવારનવાર આવતો હતો. સવારના સુમારે માતા-પિતા દીકરાને લઈ બટાકા ડુંગળી લેવા ગયા હતા અને બંને બહેનો ઘરે એકલી હતી. દરમ્યાનમાં નીરજ વર્મા ઘરે આવ્યો હતો. નાની છોકરીને 10 રૂપિયા પી પડીકું લેવા બહાર મોકલી હતી.બાદમાં સગીરાનો હાથ પકડી તેના ગાલ પર કિસ કરી હતી બાદમાં શરીરે અડપલાં કરવા લાગ્યો હતો.

સગીરાએ ધક્કો મારવા છતાં બળજબરીપૂર્વક સગીરાના કપડાં કાઢી અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો. બાળકીના માતા-પિતા ઘરે આવતા તેણે વાત કરી હતી. પોલીસને જાણ કરતા અમરાઇવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી નિરજની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *