GUJARAT INDIA

રાજકોટમાં CA નો અભ્યાસ કરતી યુવતી 6 મહિનાથી રહી એક રૂમમાં ગંભીર હાલતમાં બંધ, યુરિન ભરેલા ટબ મળ્યા-જાણો સંપૂર્ણ કિસ્સો

યુવતીની સારવાર માટે પરિવાર લોકા પાસેથી પૈસા ઉઘરાવતો હતો
સાથી સેવા ગ્રુપે અલ્પાને મેડિકલ સારવાર આપવા માટે એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યુવતીની સારવાર માટે તેનો પરિવાર લોકો પાસેથી પૈસા ઉઘરાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. અલ્પા છેલ્લા ત્રણ દિવસથી કોમાની હાલતમાં એક જ રૂમમાં પડી હતી. યુવતીની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ ભરેલા જોવા મળ્યાં હતા. પરિવાર યુરિનનો સ્ટોક રાખતો હોવાથી અંધશ્રદ્ધાની પણ ચર્ચા થઇ રહી છે. પરિવાર યુવતીને યુરિન પીવડાવતો હોવાનું જાણવા મળ્યું છે.

યુવતીની માતાની શંકાસ્પદ ભૂમિકા હોવાની વાત
આ ઘટનામાં યુવતીની માતા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, યુવતીની માતા શંકાસ્પદ હોવાથી અમે પોલીસ પ્રોટેક્શન પણ માગવાના છીએ. હું આ કેસમાં ફરિયાદી બનવા તૈયાર છું. જરૂર પડશે તો તેના માતા-પિતા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરવા તૈયાર છીએ. છ મહિનાથી એક જ રૂમમાં પુરાયેલી હોવાથી તેને જમવાનું પણ પરિવાર ભાગ્યે જ આપતા હોવાનું આસપાસના લોકોમાંથી જાણવા મળ્યું છે. તેમજ યુવતીને પરિવાર પાણી પણ આપતો નહોતો.મને મારી નાખશે તેવી યુવતી બૂમો પાડતી-પાડોશીઓના કહેવા પ્રમાણે યુવતી મને મારી નાખશે તેવી બૂમો પાડતી હતી. ડેડ બોડી પડી હોય તેવી રીતે પરિવારે યુવતીને સુવડાવી દીધી હતી. હાલ સિવિલમાં સારવાર ચાલી રહી છે પરંતુ ગંભીર હોવાનું ડોક્ટરનું કહેવું છે. જલ્પાબેને હાલ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ફરિયાદની તજવીજ હાથ ધરી છે. યુવતી MBA કરી C.A. કરતી હતી. ડોક્ટરના રિપોર્ટ પ્રમાણે યુવતી છેલ્લા ત્રણ દિવસથી કોમામાં હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા આઠ દિવસમાં યુવતીને પાણી પણ આપ્યું નથી. યુવતી માતા-પિતા,બહેન અને કાકા સાથે રહે છે.

યુવતીનો પરિવાર ભાડાના મકાનમાં રહે છે
સાધુ વાસવાણી રોડ પર એક મકાનમાં યુવતીનો પરિવાર ભાડાના મકાનમાં રહે છે. છેલ્લા ચાર મહિનાથી પરિવારનો સામાન પણ પેક હાલતમાં જોવા મળ્યો હતો. પાડાશીઓના કહેવા પ્રમાણે અમે ક્યારેય આ પરિવારના પુરૂષને બહાર આવતો જોયો નથી. તેમજ ઘરમાંથી 100-100 નોટના બંડલ મળી આવ્યા હતા. યુવતીના બનેવી વકીલ છે. તેઓ હાલ જુનાગઢ ગયા હોવાથી તે આવ્યા પછી કાર્યવાહી થાય તેવું જાણવા મળ્યું છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *