GUJARAT INDIA

તમે પણ દરિયાઈ જીવોને રમાંડવાની મજા માણવા માંગો છો? તો આપણા જ ગુજરાતમાં અહીં આવેલી છે આ જગ્યા-જાણો વિગતે

ભાગ્યે જ કોઇ એવી વ્યકિત હશે, જેને રોમાંચક દરિયાઇ જીવસૃષ્ટિ આકર્ષતી ન હોય. તમને પણ જીવતા ઓકટોપસ, પફર ફીશ કે જેલી ફીશ હાથમાં લઇને જોવાની-રમાડવાની ઇચ્છા હોય તો ગુજરાતમાં નરારા ટાપુનો બીજો કોઇ વિકલ્પ નથી. જામનગરથી 63 કિલોમીટર દુર આવેલો નરારા દેશનો સૌપ્રથમ દરિયાઇ રક્ષિત વિસ્તાર છે. પરવાળા સહિતની દરિયાઇ જીવસૃષ્ટિથી સમૃધ્ધ નરારા વિસ્તારમાં સમુદ્રમાં ઓટના સમયે ઓકટોપસ, સમુદ્ર ફુલ, જેલીફીશ, કરચલાં, પફર ફીશ, તારા માછલી, સાગર ગોટા, દરિયાઇ ગોકળ ગાય સહિતના રંગીન જીવો નિહાળી શકાય છે. અહિં દરિયાઇ ઘાસના વિસ્તારો પણ ફેલાયેલા છે, જેમાં ફેલોફીલા ઓવાલીછસ અને હેલોડયુલ યુનિવર્સિસ એમ બે જાતિના દરિયાઇ ઘાસ છે.

સમુદ્રના ખારાશયુકત અને કિચડિયા કિનારે ઉગી શકતી એર વનસ્પતિ કિનારાનું ધોવાણ અટકાવે છે. આવા ચેર પણ અહીંયા 6 પ્રકારના જોવા મળે છે, જેમાંથી એવીસીનીયા ઓફિસીનાલીસ, એવીસીનીયા આલ્બા અને એજીસિરસ કોર્નિકયુલેટમ તો બહુ જૂજ હોવાથી નરારામાં એ જોવાનો અનુભવ અવિસ્મરણિય રહે છે.

નરારા રીફ જામનગરથી અંદાજીત 63 કિલોમિટર દુર છે, જામનગરથી દ્રારકા હાઇવે પર આવેલા ઝાખરના પાટિયાથી ઝાખર, સિંગચ અને વાડીનાર થઇને અહિં પહોંચી શકાય છે.પિરોટન ટાપુ બંધ થયો પણ નરારાના લીધે પર્યટકો વધ્યા : આરએફઓ જામનગરમાં પિરોટન ટાપુ બંધ થયો પણ બોટ દ્રારા ત્યાં જઇને જે જીવસૃષ્ટિ જોવા મળતી એ બોટ વિના જ નરારા ટાપુ પર જોવા મળે છે એટલે સરવાળે પર્યટકો વધ્યા છે. વ્યકિતદીઠ રૂા. 40ની એન્ટ્રી ફી છે, જે શનિવાર અને રવિવારે રૂા. 50 રાખી છે. વિદ્યાર્થી ટૂરને 50 ટકા કન્સેશન રાખ્યું છે.> આર.કે. કણસાગરા, આરએફઓ, જામનગર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *