GUJARAT INDIA Uncategorized

આ 11 પુત્રવધૂ ઓ તેમના સાસુને જ ભગવાન માને છે અને તેમની મૂર્તિ ને સોનાના ઘરેણા પહેરાવી પૂજા કરે છે – જાણો સંપૂર્ણ વિગત

39 સભ્યના આ પરિવારમાં કુલ 11 પુત્રવધૂ અને દેરાણીઓ છે. 39 સભ્યના આ પરિવારમાં કુલ 11 પુત્રવધૂ અને દેરાણીઓ છે.છત્તીસગઢના બિલાસપુરનો તંબોલી પરિવાર ભારતીય સમાજ માટે પ્રેરણારૂપ

અત્યારસુધી તમે સાસુ-વહુ વચ્ચેના ઝઘડાના અનેક કિસ્સા સાંભળ્યા અને વાંચ્યા હશે. ટેલિવિઝન પર આવતી અનેક સિરિયલોમાં પણ સાસુ-વહુના ઝઘડાની વાત ઘણી સામાન્ય છે, પરંતુ તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે સાસુના મોત પછી પુત્રવધૂઓ તેમની પ્રતિમા બનાવીને પૂજા કરતી હોય? હા, આ હકીકત છે. છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં આવો એક અનોખો પરિવાર છે. આ પરિવારની વહુઓને સાસુ પ્રત્યે એટલો પ્રેમ હતો કે તેમના અવસાન પછી તેમની પુત્રવધૂઓએ મંદિરમાં તેમની પ્રતિમા મૂકી છે. આ વહુઓ તેમની રોજ પૂજા-આરતી કરે છે. એટલું જ નહીં, દર મહિને એકવાર તેમના માટે ભજન-કીર્તનનું પણ આયોજન કરે છે. બિલાસપુર જિલ્લા વડામથકેથી 25 કિલોમીટર દૂર આવેલા રતનપુરમાં તંબોલી પરિવારની વહુઓએ 2010માં તેમની સાસુ ગીતાદેવીનું મંદિર બનાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *