GUJARAT INDIA

કાળમુખા ટ્રકે ફૂટપાથ પરના 13 શ્રમજીવઓને કચડી નાખતા 13 ના ઘટના સ્થળે નિપજ્યા મોત-ૐ શાંતિ લખી શ્રધાંજલિ આપીએ

રાજ્યના સુરત શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં સુરતના કીમ ચાર રસ્તા નજીક પાલોદ ગામની સીમમાં કીમ માંડવી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકે ફૂટપાથ પર નિદ્રાંધીન 13 લોકોનો ભોગ લીધો હતો. શેરડીના ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા ટ્રક ચાલકે ફૂટપાથ પર સુતેલા લોકો ને કચડ્યા.

શેરડીના ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા ટ્રક ચાલકે ફૂટપાથ પર સુતેલા લોકો ને કચડ્યા, સોમવાર ની રાતે કીમ માંડવી રોડ પર કીમ હકાર રસ્તા નજીક એક બેકાબુ બનેલી કાળમુખી ટ્રકે ૧૩ લોકો નો ભોગ લીધો છે ,રાત્રી ના ૧૨ વાગ્યા ના સમયે આ ટ્રક કીમ ચાર રસ્તા થી માંડવી તરફ જઈ રહી હતી. દરમ્યાન સામે થી આવી રહેલા શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અથડાય હતી અને ત્યારબાદ ટ્રક ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા રોડ ની બાજુ માં ફૂટપાથ પર ટ્રક ચઢાવી દીધી હત.

ટ્રક ફૂટપાથ પર ચઢાવી દેતા ફૂટપાથ પર નિદ્રાધીન જેટલા શ્રમ જીવી ઓને ટ્રક નીચે કચડી કાઢ્યા હતા. જેમાં એક બાળકી સહીત ૧૨ લોકો ના ઘટના સ્થળે મોત નીપજ્ય હતા. જયારે ૬ જેટલા શ્રમજીવીગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ૧૦૮ વડે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા . જ્યાં સારવાર દરમ્યાન વધુ એક વ્યક્તિ નો જીવ ગયો હતો. કુલ 15 લોકો ના મોત નિપજ્યા છે.

બેકાબુ બનેલી કાળમુખી ટ્રક નીચે કચડાયેલા તમામ શ્રમજીવીઓ રાજસ્થાન ના બાંસવાડા જીલ્લા ના કુશલગઢ ના વતની હોવાનું બહાર આવ્યું છે ,આ તમામ લોકો દિવસ દરમ્યાન કડીયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા ,જોકે ટ્રક આ શ્રમજીવી ઓને કચડ્યા બાદ ફૂટપાથ ની બાજુમાં બનેલી ચાર થી ૫ દુકાનો નો પણ કચ્ચરઘાણ વળ્યો હતો, અકસ્માત ની ઘટના માં એક ૬ માસ ની બાળકી નો આબાદ બચાવ થયો હતો જયારે એના માતા પિતા મૃત્યુ પામ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *