AHMEDABAD GUJARAT INDIA

અમદાવાદ – વડોદરા હાઇ વે પર ધુમ્મસ ના કારણે 15 થી વધુ કાર અથડાઈ જુઓ તસવીરો

ગુજરાતના અનેક જિલ્લામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયો હતો. જેના કારણે સવારે પણ ચાલકોએ વાહનોની હેડ લાઇટ ચાલુ રાખવી પડી હતી. ધુમ્મસના કારણે અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર 15 ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી

જોકે કોઈને જાનહાનિ થઈ હોવાનું હાલ જાણવા મળ્યું નથી. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. હજુ પણ ગાડીઓ સાઇડ પર કરવાની કામગીરી ચાલી રહી છે

હાઈવે પર લોકો 100ની સ્પીડે ગાડી ચલાવે છે એને અત્યારે 30ની સ્પીડે ગાડી ચલાવવાની ફરજ પડી છે. હાઈવે પર ધુમ્મસ હોવાને કારણે 100 ફૂટ દૂરનું દૃશ્ય પણ હાલમાં સ્વચ્છ રીતે દેખાતું નહીં હોવાનું ટોલ નાકે ઊભા રહેલા લોકોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *