Rashifal

આજે મંગળવાર, આ 4 રાશિના લોકો પર ગણપતિજીની કૃપા વરસશે-જાણો કેવો રહેશે તમારો દિવસ

મેષઃ- આજનો મોટાભાગનો સમય પરિવાર સાથે આરામ તથા મનોરંજનમાં પસાર થશે અને અનેક સમસ્યાઓનો ઉકેલ મળવાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે. વ્યક્તિગત તથા વ્યવસાયિકને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજના પણ બનશે. બેદરકારીના કારણે કોઇ મહત્ત્વપૂર્ણ કામ અધૂરું રહી શકે છે. જેના કારણે થોડું નુકસાન થવાની પણ સંભાવના છે. ફાલતૂ કાર્યોમાં ધ્યાન ન આપો. આ સમયે કોઇપણ પ્રકારની યાત્રા ટાળો.

વૃષભઃ- આજે ધનદાયક પરિસ્થિતિ બની રહી છે. સાથે જ મહત્ત્વપૂર્ણ યોજનાઓને શરૂ કરવાની ઊર્જા પણ બનશે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસને લગતા કોઇ ઉત્તમ સમાચાર મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. કોઇ નજીકના સંબંધી સાથે કોઇ વાતને લઇને ગેરસમજ ઊભી થઇ શકે છે. આ સમયે તમારા સ્વભાવમાં ઈગો, ચીડિયાપણુ વગેરે જેવી વાતો આવવા દેશો નહીં.

મિથુનઃ- આજે તમારી યોજનાઓને ગુપ્ત રીતે શરૂ કરો. આ સમયે તમારા દરેક કાર્ય પ્રત્યે સંપૂર્ણ જાગરૂતતા રાખવાની જરૂરિયાત છે. થોડી સાવધાની રાખવાથી તમારી યોજનાઓ તથા કાર્ય સફળ થઇ શકે છે. કોઇ મિત્રની મદદ પણ તમારા માટે સહાયક રહેશે. બાળકોને લગતી થોડી આશામાં ઘટવાથી મન નિરાશ રહેશે. આ સમયે ધૈર્ય અને સમજદારીથી પરિસ્થિતિઓને સંભાળો. વધારે ગુસ્સો અને તણાવના કારણે સમસ્યા વધી શકે છે.

કર્કઃ- તમે યોજનાબદ્ધ તથા ડિસિપ્લિનથી કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી કોઇ સફળતાથી સમાજ તથા નજીકના સંબંધીઓ વચ્ચે માન-સન્માન વધશે. રાજનૈતિક સંબંધ તમારા માટે લાભદાયક રહેશે. જૂની વાતને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. તેના કારણે કોઇ મિત્ર સાથે સંબંધ ખરાબ થવાની સંભાવના છે. ઘરના કોઇ વડીલ સાથે ગુંચવાવું તેમને નિરાશ કરી શકે છે.

સિંહઃ- આજનો દિવસનો મોટાભાગનો સમય અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પસાર થશે. તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવ ફેરફાર આવશે. પારિવારિક વાતાવરણને વધારે સારું જાળવી રાખવા માટે યોજનાઓ બનાવો. ક્યારેક તમારું વધારે ડિસિપ્લિનમાં રહેવું અન્ય માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલે પોતાના વ્યવહારમાં થોડું લચીલાપણું પણ જાળવી રાખો. પ્રોપર્ટીને લગતા કોઇપણ કામમાં રોકાણ કરવા માટે સમય યોગ્ય નથી.

કન્યાઃ- આ સમયે ઉત્તમ ગ્રહ સ્થિતિ બની રહી છે. ઈશ્વરીય સત્તા ઉપર વિશ્વાસ રાખો. તમારી બુદ્ધિમત્તા તથા વ્યાપારિક વિચારથી લાભના નવા સ્ત્રોત બનશે. ઘર તથા બહાર બંને જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. ક્યારેક ગેરસમજણના કારણે ભાઇ-બહેનોના સંબંધમાં અંતર આવી શકે છે. પારિવારિક વિઘટનને રોકવાની કોશિશ કરવી યોગ્ય રહેશે. ક્યારેક ભાવનાત્મક રૂપથી એકલતા અનુભવ થશે.

તુલાઃ- તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા કોઇ પારિવારિક વિવાદને દૂર કરવામાં સફળ રહેશો. ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. જો ઘરના ફેરફારને લગતી કોઇ યોજના બની રહી છે તો સમય ખૂબ જ અનુકૂળ છે. ધ્યાન રાખો કે કોઇ અજાણ વ્યક્તિ તરફથી તમને નુકસાન પહોંચી શકે છે. પરિસ્થિતિઓનું પૂર્ણ અવલોકન કરતાં રહો. આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. આ સમયે વિદ્યાર્થીઓ તથા યુવા વર્ગ પણ પોતાના કાર્યો પ્રત્યે બેદરકારી ન કરે.

વૃશ્ચિકઃ- આ સમયે ગ્રહ ગોચર તમારી પ્રતિભા અને ક્ષમતાને અન્ય સામે જાહેર કરશે. તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર આવશે. ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. તમારી તથા પરિવારની સુખ-સુવિધાઓ ઉપર વધારે ખર્ચ કરતી સમયે પોતાના બજેટનું પણ ધ્યાન રાખો. કોઇ મોટો ખર્ચ અચાનક જ સામે આવવાથી બજેટ સંપૂર્ણ રીતે બગડી શકે છે.

ધનઃ- તમારી યોગ્ય કાર્યશૈલીના કારણે સમાજમાં તમારી ઓળખ બનશે. મહેનતથી પોઝિટિવ પરિણામ પણ પ્રાપ્ત થશે. કોઇ નજીકના સંબંધીના ઘરે ધાર્મિક સંબંધ સમારોહમાં સામેલ થવાનો અવસર મળશે. તમારા કોઇ વહેમના કારણે નજીકના સંબંધોથી કોઇ વિવાદ થઇ શકે છે. અન્યના મામલે દખલ કરશો નહીં. કોઇ વાતને સમજ્યા વિના નિર્ણય લેવાનું ટાળો.

મકરઃ- થોડા દિવસોથી ચાલી રહેલી દોડભાગથી આરામ મેળવાવ માટે આજે મોટાભાગનો સમય ઘર તથા પરિવારના લોકો સાથે પસાર કરો. તમે તમારી અંદર ફરી નવી ઊર્જાનો સંચાર અનુભવ કરશો. કોઇ નજીકના સંબંધીના લગ્નજીવનમાં સમસ્યા ઊભી થવાથી મન નિરાશ રહેશે. તમારી દખલ તથા સલાહથી યોગ્ય સમાધાન પણ મળી શકે છે. વાતચીત કરતી સમયે શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખો.

કુંભઃ- તમારું પ્લાનિંગ સાથે કામ કરવું તથા પોઝિટિવ વિચાર તમારા તથા તમારા પરિવાર માટે નવી દિશા પ્રદાન કરશે. જો ઘરમાં કોઇ પ્રકારના રિનોવેશનને લગતી યોજના બની રહી છે તો વાસ્તુ નિયમોનું પાલન કરો. ક્યારેક તમારું વધારે વિચારવું અન્ય માટે પરેશાનીનું કારણ બની શકે છે. સમય પ્રમાણે પોતાના સ્વભાવમાં લચીલાપણું જાળવી રાખો. ખરાબ આદતો તથા ખરાબ સંગતથી બચવું.

મીનઃ- આજે તમે તમારી યોગ્યતા પ્રમાણે થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. બાળકો તરફથી કોઇ ગંભીર ચિંતા દૂર થશે. કોઇ પારિવારિક માંગલિક આયોજનને લગતી યોજનાઓ પણ બનશે. ભાઇો સાથે સંબંધો ખરાબ થવા દેશો નહીં. ગુસ્સા અને જિદ્દના કારણે પરિસ્થિતિઓ ખરાબ થઇ શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *