ENTERTAINMENT

પ્રેમને કોઈ ઉંમર નથી હોતી, 36 વર્ષના મુરતિયાએ 52 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન

36 વર્ષના કુંવારા યુવકે છૂટાછેડા લીધેલી 52 વર્ષની મહિલા સાથે અનુબંધ ફાઉન્ડેશનના સહયોગથી લગ્ન કર્યા છે. વર-વધૂ વચ્ચે 16 વર્ષનો તફાવત છે. કન્યાના જણાવ્યા અનુસાર, અગાઉના પતિ સાથે મનમેળ ન બેસતાં 12 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લીધા હતા. એ પછી 81 વર્ષના વૃદ્ધ માતા-પિતા સાથે 20 વર્ષ રહી તેમની સેવા કરી હતી. અનુબંધ ફાઉન્ડેશને યોજેલા એક સેમિનારમાં બંનેની મુલાકાત થઈ હતી. મહિલાનું કહેવું છે કે વાતચીત દરમિયાન 36 વર્ષના યુવકનો સ્વભાવ અને રહેણીકરણી સમાન લાગતાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અમારી વચ્ચે ઉંમરનો ભલે મોટો તફાવત હોય, પરંતુ લાગણીને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી.

લાગણીને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી હોતી
ભલે મારી ઉંમર 52 વર્ષની રહી, પરંતુ અમારું એક સંતાન આવે એવો પ્રયત્ન ચોક્કસ કરીશું. સમગ્ર ગુજરાતમાં અમે લોકો સુધી વાત પહોંચાડવા માગીએ છીએ કે ઉંમરને લાગણી વચ્ચે કોઈ લેવાદેવા હોતી નથી. 52 વર્ષનાં મમતા ભટ્ટના જણાવ્યા અનુસાર, મારા ભૂતકાળના 12 વર્ષના લગ્નજીવનમાં મેં માત્ર ત્રાસ સહન કર્યો, પરંતુ હવે મને સાચો જીવનસાથી મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ઈશ્વર ખુદ નથી આવતા, પરંતુ કોઈકને નિમિત્ત બનાવીને મોકલે છે. મારા જીવનમાં ભાવિન એવી જ રીતે આવ્યા હોય તેમ લાગે છે.

ઈશ્વર ઉપરથી જ જોડું નક્કી કરીને મોકલે છે
36 વર્ષના યુવક ભાવિન રાવલે કહ્યું, આટલા વર્ષે પણ મને ગોલ્ડ મળ્યું હોય એવો અનુભવ થાય છે. મારી પત્ની મારા કરતાં ઉંમરમાં ભલે મોટી હોય, પરંતુ અમારા વિચારો, સ્વભાવ અને લાગણી એકસમાન છે. કોઈએ એ “સાચું જ કહ્યું છે, જોડાં ઈશ્વર ઉપરથી નક્કી કરીને મોકલે છે”. ઉંમર ભલે મોટી હોય, પરંતુ મનની સુંદરતા વધુ મહત્ત્વની હોય છે. અમે બન્નેએ સતત 2 મહિના સુધી વાતચીત કર્યા બાદ નક્કી કર્યું કે હવે આગળનું જીવન સાથે વિતાવીશું. મારી પત્ની મોટી ઉંમરનાં હોવાને લીધે, ઘરના બધાને સમજાવવા પડ્યા હતા.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *