GUJARAT INDIA

પોલીસ ની લૂંટ સિગ્નલ ચાલુ રાખી ને તમામ સાઇડ ખોલી વાહનચાલકો ને ઈ મેમો ના ચાંદલા માટે મજબૂર કર્યા

શહેરીજનોની સલામતી વધે અને ટ્રાફિક સમસ્યાથી રાહત મળે તેને પ્રાધાન્ય આપવાને બદલે રાજકોટ પોલીસ ઇ-મેમો આપી પોતાને સક્ષમ બતાવી રહી છે. ઇ-ચલણના ટાર્ગેટ પૂરા કરવા બેફામ બનેલી પોલીસે ફરીથી સ્માર્ટ સિગ્નલ પર સિગ્નલ ચાલુ રાખી તમામ સાઇડ ખોલી નાખી ઇ-મેમોના ટાર્ગેટ પૂરા કરવાના ખેલ કર્યા હતા.

શહેરના રૈયા સર્કલ અને હનુમાનમઢી ચોકમાં બપોરે દિવ્ય ભાસ્કરે બે કલાક સુધી સ્થળ પર હાજર રહી પોલીસના ખેલનો પર્દાફાશ કર્યો હતો. બપોરે ટ્રાફિક પોલીસે તમામ સાઇડ ખોલી નાખી હતી અને સિગ્નલ ચાલુ રાખી દઇ પોલીસ કર્મચારીઓ છાંયે બેસી ગયા હતા. સાઇડ ખૂલી હોવાને કારણે વાહનચાલકો સ્ટોપ લાઇન પર વાહન ઊભું રાખવાને બદલે વાહન આગળ જવા દેતા હતા, કોઇ વાહનચાલક સિગ્નલને અનુસરીને વાહન ઊભું રાખે તો દૂરથી જ પોલીસ તેને જવાનો ઇશારો કરી રવાના કરી દેતા હતા.

આ અંગે ટ્રાફિક શાખાના એસીપી ચાવડા સાથે ‘દિવ્ય ભાસ્કરે’ વાતચીત કરતા તેમણે પણ હનુમાનમઢી ચોક પાસેથી પોતે પસાર થયા ત્યારે તમામ સાઇડ ખોલી દેવામાં આવી હોવાની અને સિગ્નલ ચાલુ હોવાના દૃશ્યો નિહાળ્યાનું કહી સિગ્નલ મુજબ ટ્રાફિક નિયમન કરાવવા ટ્રાફિક પોલીસને સૂચના આપી હતી, જોકે ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં વાહનચાલકો દંડાઇ ગયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *