ENTERTAINMENT

કરોડો રૂપિયા ખર્ચીને આ મહિલાએ ખરીદ્યું હતું આ ઘર, પણ અંદર જઈને જોયું તો ઉડી ગયા હોંશ-જાણો અંદરથી એવું શું નીકળ્યું હતું

આમાં કોઈ શંકા પણ નથી કે વ્યક્તિ સુંદર ઘર બનાવવા માટે દિવસ-રાત મહેનત કરે છે. જોકે આજે આપણે અહીં એક બંગલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેને એક મહિલાએ લગભગ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ આ બંગલો ખરીદ્યા પછી, તેને શું થયું તે જાણીને પણ તમે ચોંકી ઉઠશો. આ બંગલો ખરીદનારી મહિલાનું નામ હેંઝ વ્હિટલી છે અને તે યુએસએની છે.

હેંઝ વ્હિટલીએ ઓક્ટોબરમાં મિનેસોટામાં કોઈની પાસેથી બંગલો ખરીદ્યો. અને એવું કહેવામાં આવે છે કે હેંઝ વ્હિટલીએ આ નવો બંગલો ખરીદવા માટે 2 કરોડનો ખર્ચ કર્યો હતો, જે બહારથી એક સપના જેવો લાગે, તેણે ઘરને અંદરથી ખૂબ જ સારી રીતે જોયું, આસપાસની તપાસ કરી. એરિયા પણ જોયો અને સંતુષ્ટ થયા પછી તેણે આ સોદો ફાઇનલ કર્યો.

સોદો કર્યા પછી હેંઝ એ ઘરના માલિકને 1.5 કરોડ રૂપિયા ચુકવ્યા, ત્યારબાદ તેણે આ ખરીદીનો ટેક્સ પણ સરકારને ચુકવ્યો, જેના પછી ઘર તેમના નામ થાય. પછી તે મકાનમાં પહોંચ્યા અને ત્યાં રહેવા લાગ્યા, પરંતુ જ્યારે તે ઘરની અંદર રહેવા લાગ્યા, ત્યારે તેની વાસ્તવિકતા તેની સામે આવી અને પછી, હેંઝ વ્હિટલીને હોશ ખોવાઈ ગયા.

જ્યારે તે બંગલાની અંદર ગયા ત્યારે ચાલિસ મિનિટ અંદર જતાં પલંગ નીચે એક મોટો સાપ બહાર આવ્યો. તે પછી, ધીરે ધીરે છ મહિનાની અંદર, તે બંગલામાંથી સો જેટલા સાપ બહાર આવ્યા, જેને જોયા પછી હેંઝ ખૂબ જ ડરી ગઈ. તેને ખબર પડીકે મારી જોડે છેતરપિંડી કરવામાં આવી છે.

જ્યારે હેંઝ વ્હિટલીને જાણ થઈ કે આ બંગલામાંથી સાપ સતત બહાર આવી રહ્યા છે, ત્યારે તેમણે પ્રાણી નિયંત્રણ નિષ્ણાતને જાણ કરી. તેઓએ બંગલામાં સેંકડો સાપ પકડ્યા. પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું કે બંગલામાં પણ એક કળણ છે અને આ સાપ તે જ માંથી ઉદ્ભવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *