GUJARAT

18 વર્ષ પહેલા કચરાપેટીમાંથી મળી હતી લક્ષ્મી, આજે બંધાઈ લગ્નના બંધનમાં-જાણો લક્ષ્મીની પુરી કહાની

શહેરના લંબે હનુમાન રોડ પર કેટલાક વર્ષ પહેલા એક કચરાપેટીમાંથી નવજાત બાળકી મળી આવી હતી, જે આજે લગ્ન કરી સમાજની મુખ્ય ધારામાં જોડાવા જઈ રહી છે. માવતર દ્વારા ત્યજી દેવાયા બાદ કતારગામમાં આવેલ એક અનાથાશ્રમે બાળકીને આશ્રય આપ્યો હતો, અને આજે લગ્ન બાદ આ અનાથઆશ્રમ જ તેનું પિયર બની ગયું છે. લક્ષ્મી નામની આ યુવતીના લગ્નમાં માતાપિતા બની ટ્રસ્ટીઓએ કન્યાદાન કર્યું હતું, તેમજ અનાથઆશ્રમનો સ્ટાફ અને અન્ય બાલાઓ તેના પક્ષથી મહેમાનો રહ્યા હતા.

આ પ્રસંગે આશ્રમના ટ્રસ્ટીએ કહ્યું હતું કે, કતારગામ સ્થિત 120 વર્ષ જુના મહાજન અનાથ બાળાશ્રમમાં આ રીતે અનોખા લગ્ન યોજાયા રહ્યા છે. જોકે, આશ્રમ દ્વારા અત્યાર સુધી 17 દીકરીઓનાં લગ્ન યોજાયા છે અને લક્ષ્મી 18મી દીકરી છે. તેમણે કહ્યું કે, અઢાર વર્ષ પહેલાં લંબે હનુમાન રોડ પરની કચરાપેટીમાંથી લક્ષ્મી મળી આવી હતી, આ બાળકીને આશ્રમમાં લક્ષ્મી નામ અપાયું હતું, તેના 18 વર્ષ પૂર્ણ થતા, તેના માટે યોગ્ય વર શોધીને લગ્ન કરવામાં આવ્યા છે.

વર્ષો પહેલા ચાઇલ્ડ વેલફેર કમિટીના આદેશથી લક્ષ્મીને આશ્રમ લવાઇ હતી. એટલું જ નહીં તે આશ્રમની લાડકી દીકરીઓ પૈકીની એક છે. તેના માટે ટ્રસ્ટીઓએ અરજી મંગાવી દીકરીના ભવિષ્ય અંગે તકેદારી રાખીને અડાજણના કશ્યપ મહેતાને વર તરીકે પસંદ કર્યો છે. એટલું જ નહીં લક્ષ્મીના સાસુ-સસરાનું કહેવું છે કે એ લક્ષ્મી વહુ નહીં પણ દીકરી છે એમ માનીને પોતાના દીકરા સાથે લગ્ન કરાવ્યા છે અને દીકરી લઈ જઈ રહ્યાં છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

લક્ષ્મીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો હતો. લક્ષ્મી સ્પોર્ટસ અને યોગામા ઘણી હોશિયાર છે. કરાટેમાં બ્લેક બેલ્ટ સુધી તે પહોંચી છે. કશ્યપ મહેતા સંગીતના ક્લાસ ચલાવે છે. તેણે ઉચ્ચ અભ્યાસ કર્યો છે. કશ્યપના પિતા મેહુલભાઈ મહેતા સ્પોકન ઈંગ્લીશ ક્લાસ ચલાવે છે. તેના પિતા આ બાળાશ્રમમાં સેવા કરતા હતા. ત્યારે તેઓને લક્ષ્મીને જોઈ હતી. તેના દીકરાના લગ્ન માટે ટ્રસ્ટીઓ અને લક્ષ્મીને વાત કરી હતી. આજે લક્ષ્મી અને કશ્યપના ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. સામાન્ય પરિવારમાં જેમ લગ્ન થાય છે તેમ જ ધામધૂમથી લક્ષ્મીના લગ્ન કરવામાં આવ્યા હતા. મહેદીથી લઈને વિદાય સુધીની તમામ રીત રીવાજ મુજબ તમામ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આશ્રમ દ્વારા કરિયાવરનો તમામ સમાન પણ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *