INDIA

મહિલાઓ માટે અત્યંત મહત્વના સમાચાર, CRPF ના વડાએ કહ્યું કે હવે મહિલાઓ પણ બની શકશે…

હવે મહિલાઓ પણ કોબ્રા કમાન્ડો તરીકે જંગલોમાં છુપાઈને રહેતા નક્સલીઓ અને ઉગ્રવાદીઓ સાથે બાથ ભીડતી જોવા મળશે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ(સીઆરપીએફ)ના વડા એ.પી. માહેશ્વરીએ આ સંકેત આપ્યો હતો. માહેશ્વરીએ ગુરુવારે કહ્યું કે અમે કોબ્રામાં મહિલાઓને સામેલ કરવા અંગે વિચારી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે કોબ્રા કમાન્ડો બટાલિયન જંગલોની લડાઈમાં મહારત ધરાવતી સીઆરપીએફની ખાસ ફોર્સ છે. દુર્ગમ વિસ્તારોમાં વિષમ સંઘર્ષની સ્થિતિને ધ્યાનમાં રાખી તેમાં અત્યાર સુધી મહિલાઓને સામેલ કરાતી નહોતી. જોકે હવે નીતિ બદલવાની તૈયારી છે. સીઆરપીએફએ 2009માં કમાન્ડો બટાલિયન ફૉર રેઝોલ્યુટ એક્શન(કોબરા)ની રચના કરી હતી. તેમાં 12 હજાર જવાનો ધરાવતા 10 યુનિટ છે. આમ તો સીઆરપીએફમાં પ્રથમ મહિલા બટાલિયનની રચના 1986માં કરાઈ હતી. દળમાં આવા 6 યુનિટ છે.

મોટા ભાગની કોબરા ટીમો નક્સલ પ્રભાવિત રાજ્યોમાં તહેનાત છે. અમુક ટીમ ઉગ્રવાદ વિરોધી અભિયાનો માટે પૂર્વોત્તરનાં રાજ્યોમાં તહેનાત છે. કોબરા એકમમાં સામેલ થતા સૈનિકોએ માનસિક તથા શારીરિક સ્તરે આકરા માપદંડો પર ખરા સાબિત થવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *