GUJARAT RAJKOT

રાજકોટ શહેરની માધાપર ચોકડી નજીક કારની ઠોકરે દંપતીનું મોત અને પૌત્રી પણ… ૐ શાંતિ લખીને શ્રદ્ધાંજલિ આપીએ

શહેરની ભાગોળે માધાપર ચોકડી નજીક ટ્રિપલસવારી બાઇકને કારે ઠોકરે લેતા બાઇકસવાર દંપતીનું મોત નીપજ્યું હતું જ્યારે તેની પૌત્રીને ગંભીર ઇજા થઇ હતી. જીવલેણ અકસ્માત સર્જનાર કારચાલક નાસી ગયો હતો.

રેલનગરમાં આવેલી ચંદ્રશેખર આઝાદ ટાઉનશિપમાં રહેતા દિલીપભાઇ પોપટભાઇ વાળા (ઉ.વ.55), તેના પત્ની હંસાબેન વાળા અને પૌત્રી માહી પ્રશાંતભાઇ વાળા (ઉ.વ.5) રાત્રીના 10.30 વાગ્યાના અરસામાં બાઇક પર પોતાના ઘર તરફ જતા હતા અને માધાપર ચોકડી નજીક ઓવરબ્રિજ પાસે પહોંચ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી કારે બાઇકને ઠોકર મારી હતી.

કારની ઠોકરથી વાળા પરિવારના ત્રણેય સભ્યો બાઇક પરથી રસ્તા પર ફંગોળાયા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને ઘવાયેલા ત્રણેયને તાકીદે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ગંભીર રીતે ઘવાયેલા હંસાબેન અને તેના પતિ દિલીપભાઇનું મોત નીપજ્યું હતું. જ્યારે માસૂમ માહીની હાલત પણ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલીપભાઇ વાળાને યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક નજીક બાલવી કૃપા નામની લોન્ડ્રીની દુકાન છે અને રામાપીર ચોકડી નજીક એક મકાન આવેલું છે ત્યાં કપડાં ધોવાનું કામ કરે છે. દિલીપભાઇ રાત્રે દુકાનેથી નીકળ્યા હતા અને રામાપીર ચોકડીએ મકાને કામ કરતા તેના પત્ની અને પૌત્રીને બાઇકમાં બેસાડી રેલનગર જવા નીકળ્યા હતા અને કરુણાંતિકા સર્જાઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *