Uncategorized

આ મહિલા સતત પાંચ મહિનાથી કોરોના પોઝિટિવ છે, તેમ છતાં ડોક્ટરોએ કહ્યું કે…

જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિશેષજ્ઞ ડૉ. પ્રદીપ કુમાર કહે છે કે, ‘કોરોના પોઝિટિવ હોવા છતાં શારદા બીજા માટે ખતરારૂપનથી. કેમકે તેમની બોડીમાં રહેલા કોરોના વાયરસ એક્ટિવ નથી. એટલે કે હવે તેમનાથી બીજામાં સંક્રમણ નહીં ફેલાય. જો કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને આઈસોલેશનમાં રાખવા જરૂરી છે.’

ડૉ. પ્રદીપ કુમારના જણાવ્યા મુજબ, ‘કોરોના રિપોર્ટ સતત પોઝિટિવ હોવાના બે કારણ હોય શકે છે… પહેલું એ કે પેશન્ટના મ્યૂકોઝામાં ડેડ વાયરસ સ્ટોર થઈ ગયા છે. આ કારણે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવે છે. અને બીજું એ કે તેમની ઈમ્યૂનિટી ઘણો જ લૉ છે, જેનાથી સંક્રમણ સંપૂર્ણ રીતે ખતમ નથી થયું. જો કે તેની સટીક જાણકારી માટે તપાસ કરવી જરૂરી છે.’

ડૉકટરની સલાહને પગલે શારદા દેવી પાંચ મહિનાથી બે રૂમના એક વિશેષ આઈસોલેશન રૂમમાં જેલ જેવું જીવન પસાર કરવા માટે મજબૂર છે. આશ્રમના અધ્યક્ષ ડૉ. બીએમ ભારદ્વાજે કહ્યું કે, ‘શારદાને બઝેરા ગામમાંથી અહીં લાવ્યા હતા. ત્યારે તેમનો રિપોર્ટ કરાતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેઓ આશ્રમના પહેલા કોરોના પોઝિટિવ હતા. તેમનો પહેલો ટેસ્ટ 28 ઓગસ્ટ 2020નાં રોજ કરાયો હતો.’

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

અપના ઘર આશ્રમમાં હાલ શારદા દેવી સહિત 4 કોરોના પોઝિટિવ દર્દી છે. કોરોના પોઝિટિવ હોવાને કારણે શારદાને ઓગસ્ટના અંતમાં ભરતપુરની RBM હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં ડોકટર્સે એવું કહીને પરત મોકલી દિધા કે તેમની માનસિક અને શારીરિક સ્થિતિ યોગ્ય નથી, તેથી એક એટેન્ડન્ટ સાથે રાખવા પડશે. જે બાદ આશ્રમે પોતાનું કોવિડ સેન્ટર ખોલ્યું. હવે તેમને જયપુર શિફ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *