GUJARAT INDIA

માર્ચ/એપ્રિલ થી 100 રૂપિયા ની નોટ ચલણ માં નહિ ગણાય-આરબીઆઇ એ કરી મહત્વ ની જોગવાઈ

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના સહાયક મહાપ્રબંધક (AGM) મહેશે ગુરુવારે 22 જાન્યુઆરીએ કહ્યું કે 100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની ચલણી નોટોની જૂની સીરીઝ ધીમે ધીમે RBI પરત લેવાની યોજના બનાવી રહી છે. આ સાથે જ આ ચલણી નોટો માર્ચ-એપ્રિલ સુધીમાં ચલણમાંથી બહાર થઇ જશે.

તેમણે જિલ્લા પંચાયતના નેત્રાવતી હૉલમાં ડિસ્ટ્રીક્ટ લીડ બેન્ક દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય સુરક્ષા સમિતિ (DLSC) અને જિલ્લા સ્તરીય મુદ્રા પ્રબંધન સમિતિ (DLMC)ની બેઠક દરમિયાન આ અંગે માહિતી આપી.

10 રૂપિયાનો સિક્કો રજુ કર્યાને 50 વર્ષ થયાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે મોટાભાગના વેપારીઓ અને ધંધાર્થીઓ હવે 10 રૂપિયાના સિક્કા નથી સ્વીકારી રહ્યા જેને લીધે બેંકો અને આરબીઆઇ માટે સમસ્યાઓ ઉભી થઇ રહી છે અને બેંકમાં સિક્કાઓનું ભારણ વધી રહ્યું છે.

તેમણે 10 રૂપિયાના સિક્કાના નિકાલ, 10 રૂપિયાના સિક્કા હવે માન્ય નથી રહ્યા હોવાની અફવાહોને પહોંચી વળવા અને સિક્કાઓ નકલી નથી પરંતુ હજુ પણ માન્ય છે તેવી લોકજાગૃતિ માટે કોઈ રચનાત્મક રસ્તા અંગે પણ સવાલ પણ કર્યો છે.

One Reply to “માર્ચ/એપ્રિલ થી 100 રૂપિયા ની નોટ ચલણ માં નહિ ગણાય-આરબીઆઇ એ કરી મહત્વ ની જોગવાઈ

  1. Переход на здоровое питание подтолкнул меня к покупке маслопресса. ‘Все соки’ предложили именно то, что мне было нужно. Теперь я делаю своё собственное масло, что невероятно удобно и полезно. https://blender-bs5.ru/collection/maslopressy – Маслопресс купить – это было лучшее решение для моего здоровья!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *