DELHI

લાલુ પ્રસાદ યાદવ દિલ્લીની એઇમ્સ હોસ્પિટલમાં કરાયા દાખલ-જાણો કેવી છે તબિયત

બે વખત મુખ્યમંત્રી રહી ચુકેલા અને ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવને ગઈકાલે મોડી રાતે દિલ્હીની એમ્સમાં કાર્ડિયો ન્યૂરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોની એક ટીમ બનાવવામાં આવી છે જે તેમની સારવાર કરી રહી છે. લાલુ પ્રસાદની તબીયત વધારે બગડતા તેમને શનિવારે રાંચની રિમ્સ હોસ્પિટલમાંથી એર એમ્બ્યુન્સથી દિલ્હી લાવવામાં આવ્યા છે.

ગુરુવારે લાલુ પ્રસાદ યાદવની તબીયત અચાનક વધારે બગડી હતી. લાલુ યાદવને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમના ફેફસામાં પાણી ભરાવાની વાત પણ સામે આવી રહી છે. રિમ્સના ડૉક્ટરોએ લાલુ યાદવને નિમોનિયા હોવાની પુષ્ટી કરી છે. કિડની 25 ટકા જ કામ કરી રહી છે. જ્યારે રિમ્સના ડૉક્ટરોની ટીમે લાલુ યાદવને એમ્સમાં મોકલવાનો નિર્ણય કર્યો ત્યારે હોસ્પિટલમાં પાર્ટીના નેતાઓ અને સંબંધીઓની ભારે ભીડ લાગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *