GUJARAT INDIA

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો કરાઈ જાહેર-જાણો વિગતે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે.

તમામ છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 1 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે તો 9 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.

રાજયની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. મતદાન માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે.

નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરાશે. 13 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ રહેશે. 15 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે. 16 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યાનો રહેશે. પુનઃ મતદાનની જરુર પડે તો 1 માર્ચના દિવસે યોજાશે. 2 માર્ચના દિવસે મતગણતરી હાથ ધરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *