INDIA

ભાજપના આ કોર્પોરેટરના પેટ્રોલપંપ ઉપર આ યુવકે કર્યું અગ્નિસ્નાન, અંતિમ શબ્દોમાં કહ્યું કે મોદી સરકાર…

મૃતક સીબ્બુ મણીયન ઇરાવા એ IOC પાસેથી કોન્ટ્રાકટથી રૂપિયા 3 લાખની ડિપોઝીટ ભરીને દર મહિને 16ના ભાડે પંચરની દુકાન રાખી હતી. પણ તાજેતરમાં જ વર્ષ 2020માં જ સીબ્બુ મણીયન ઇરાવાનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ જતાં IOC ના કર્મચારી અને મેમનગર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ માલિક જીતુ રાણા દ્વારા પરેશાન કરી દુકાન ખાલી કરવા માટે દબાણ કરવામાં આવતુ. પરંતુ IOC પંપ દ્વારા ન તો તેને ડિપોઝીટ પરત કરવામાં આવી ન હતો ધંધો કરવા દેવામાં આવ્યો. જેને પગલે કંટાળીને આત્મહત્યાનું પગલું ભર્યું.

સીબ્બુ મણીયન ઇરાવા એ આત્મહત્યા કરતા પહેલા પેટ્રોલ પંપ પરથી જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેની કહાની લોકો સમક્ષ મૂકી હતી કે તેને કેવી રીતે હેરાનગતિ કરવામાં આવતી. જેને પગલે કંટાળીને આત્મવિલોપન પ્રયાસ કર્યો હતો બાદમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો.

હાલમાં પોલીસે ડાઇંગ ડિકલેરેશન ના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અગાઉ પણ બીજેપી કોર્પોરેટરના ત્રાસ થી આત્મહત્યા કર્યાનો વિવાદ સામે આવેલો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *