GUJARAT INDIA

હવે રાજ્યમાં ક્યારથી શરૂ થશે ધોરણ 9 અને 11ના વર્ગો? જાણો અહીં

રાજ્યમાં તમામ ક્ષેત્રોની સાથે હવે શિક્ષણ ક્ષેત્ર પણ પહેલાની જેમ નોમર્લ થઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર ફેબ્રુઆરી મહિનામાં ધોરણ 9 અને 11ના વાર્ગો શરૂ કરી શકે છે. સાથે જ પ્રથમ અને બીજા વર્ષની કોલેજો પણ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

આ પહેલા ધોરણ 10 અને 12ની સ્કૂલો 11 જાન્યુઆરીથી શરૂ કર્યા બાદ હવે વિદ્યાર્થીઓની સંખ્યા પણ સ્કૂલોમાં વધી રહી છે. અત્યાર સુધી નોંધાયેલા કેસ શૈક્ષણિક સંસ્થાની બહાર વિદ્યાર્થીઓમાં નોંધાયા છે.

તો બીજા તબક્કામાં સરકાર ધોરણ 9 અને 11ના વર્ગો પણ રેગ્યુલર ધોરણે ઓછી હાજરી સાથે શરૂ કરી શકે છે. સાથે જ પ્રથમ અને બીજા વર્ષની કોલેજો પણ શરૂ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *