Rashifal

આજે સોમવાર, આ 4 રાશિના લોકો પર મહાદેવની કૃપા વરસશે-જાણો કેવો રહેશે તમારો દિવસ

મેષઃ- કામનો ભાર હોવા છતાંય તમારા ઘર-પરિવારના સુખ માટે તમે સમય કાઢશો. ઘરની દેખરેખને લગતી થોડી ગતિવિધિઓ રહેશે. આ સમયે તમારી કાર્યક્ષમતા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને તમારી યોજનાઓને કાર્ય રૂપ કરો. સફળતા મળશે. બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરો. કેમ કે તેમને ખીજાવવાથી તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે તથા હીનતાની ભાવના પણ આવી શકે છે. કોઇપણ જગ્યાએ વાર્તાલાપ કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો.

વૃષભઃ- ઘણાં લાંબા સમય પછી ઘરમાં મહેમાનો આવવાથી સુખમય વાતાવરણ રહેશે. સાથે જ કોઇ પારિવારિક મામલો પણ ઉકેલાઇ જશે. બાળકોની પોઝિટિવ ગતિવિધિઓ તમને સુકૂન આપશે. રોકાણને લગતા કાર્યો માટે સમય અનુકૂળ છે. તમારી કોઇ જિદ્દ કે વ્યવહારના કારણે મામા પક્ષ સાથે સંબંધોમાં ખટાસ આવી શકે છે. કોઇપણ નિર્ણય લેતા પહેલાં ઘરના વડીલ વ્યક્તિની સલાહ લો. આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે.

મિથુનઃ- પારિવારિક જવાબદારીઓ તમે યોગ્ય રીતે નિભાવવામાં સક્ષમ રહેશો. ઘરમાં કોઇ માંગલિક કાર્ય પૂર્ણ થવા જેવી યોજના બનશે તથા સુખમય વાતાવરણ રહેશે. વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર રહેશે. અચાનક જ કોઇ નકારાત્મક વાત સામે આવવાથી તણાવપૂર્ણ સ્થિતિ બની શકે છે. કોશિશ કરીને આ વાતોને હાવી થવા દેશો નહીં તથા પરિસ્થિતિઓમાં સાચવીને રહો.

કર્કઃ- તમારું કોઇ વ્યક્તિગત કામ આજે સફળતાપૂર્વક સંપન્ન થઇ જશે. જેથી તમારી અંદર ખાવાયેલો આત્મવિશ્વાસ ફરી જાગૃત થશે. આ સમયે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. કોઇ વિશિષ્ટ વ્યક્તિનો સહયોગ પણ તમને મળશે. ધ્યાન રાખો કે કોઇના ઉપર જલ્દી વિશ્વાસ કરવો અથવા ભાવુકતાના કારણે તમને દગો મળી શકે છે. કોઇપણ મેલજોલ કે મીટિંગને લગતા કાર્યોમાં વાતચીત કરતા પહેલાં રૂપરેખા અવશ્ય બનાવો.

સિંહઃ- આજે થોડી નવી વાતોને શીખવા અને સમજવામાં સમય પસાર કરો. કોઇ સફળતા પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. ખર્ચ વધારે રહેશે, સાથે જ આવકના સાધન વધવાથી પરેશાની રહેશે નહીં. બાળકોના અભ્યાસ તરફ ધ્યાન આપીને મનને શાંતિ મળશે. પર્સનલ લાઇફને લગતું કોઇપણ પ્રકારનું રિસ્ક લેતા પહેલાં સાવધાન રહો. મનમાં થોડા નકારાત્મક વિચાર ઊભા થઇ શકે છે. આ વિચારો ઉપર કાબૂ મેળવવાની કોશિશ કરો. તમારા લક્ષ્ય પ્રત્યે એકાગ્રચિત્ત રહો.

કન્યાઃ- કોઇ પારિવારિક કે સામાજિક મામલે તમારા વિચારોને વિશેષ મહત્ત્વ આપવામાં આવશે. મેલજોલ વધશે તથા આ સંપર્ક તમારા માટે ફાયદાકારક પણ સાબિત થશે. કોઇ ફસાયેલાં રૂપિયા પ્રાપ્ત કરવા માટે સમય યોગ્ય છે. કોઇપણ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો તમને નુકસાન આપી શકે છે, એટલે સાવધાન રહો. ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

તુલાઃ- જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ચાલી રહી છે તો તેનો નિર્ણય તમારા પક્ષમાં હોવાની સંભાવના છે. એટલે તમારા પક્ષને મજબૂત કરીને રાખો. દૂરના સંબંધીઓ અને મિત્રો સાથે પણ સંબંધ સ્થાપિત થશે તથા એકબીજા પ્રત્યે પ્રેમ વધશે. અન્યના કામમાં દખલ ન કરો અને માંગ્યા વિના સલાહ ન આપો. કોઇ પાડોસી કે બહારના વ્યક્તિ સાથે વિવાદ થઇ શકે છે. બાળકોની સમસ્યાઓના સમાધાનમાં પણ થોડો સમય લગાવો.

વૃશ્ચિકઃ- આજે ડેઇલી રૂટિનના કાર્યોથી અલગ થોડો સમય આત્મમંથન તથા આત્મ નિરીક્ષણમાં પસાર કરો. તેનાથી તમારા અનેક ગુંચવાયેલાં કાર્યોને વ્યવસ્થિત કરવાની તક મળશે. આ સમયે તમારી ગ્રહ સ્થિતિઓ અનુકૂળ છે અન્ય ઉપર વધારે ડિસિપ્લિન ન રાખીને પોતાના વ્યવહારમાં લચીલાપણું લાવો. તેનાથી તમારા સંબંધ યોગ્ય જળવાયેલાં રહેશે. અહંકારના કારણે ભાઇઓ સાથે થોડો વાદ-વિવાદ થઇ શકે છે.

ધનઃ- થોડા સમયથી ચાલી રહેલી લગન અને મહેનતનો આજે તમને લાભ મળવાનો છે. એટલે તમારા કામ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરો. થોડા અજ્ઞાત વિદ્યાઓ પ્રત્યે પણ તમારો રસ જાગશે. તમારી ઉન્નતિના થોડા નવા માર્ગ પણ ખુલશે. વારસાગત સંપત્તિને લગતા કાર્યોમાં વિઘ્ન ઊભા થઇ શકે છે. કામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી શકે છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓને સંભાળીને રાખો.

મકરઃ- કોઇ સંબંધીને તેમની જરૂરિયાતના સમયે તમે સંપૂર્ણ સહયોગ કરશો. આવું કરવાથી તમને હાર્દિક સુખ મળશે. તમારા વિનમ્ર સ્વભાવના કારણે ઘર તથા સમાજમાં તમારા વખાણ થશે. પાડોસીઓ સાથે ચાલી રહેલો કોઇ જૂનો મામલો પણ ઉકેલાઇ જશે. અનેકવાર તમે કાલ્પનિક યોજનાઓ બનાવી લો છો, જેના કારણે તમારા બનતા કાર્યો ખરાબ થઇ શકે છે. એટલે હકીકતનો સામનો કરો. પારિવારિક મામલે વધારે દખલ ન કરો.

કુંભઃ- થોડા નજીકના લોકોને મળવાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. સામાજિક સ્તરે તમને એક નવી ઓળખ પ્રાપ્ત થશે. આજનો દિવસ થોડો સમય બાળકોની પરેશાનીઓને સમજવા અને ઉકેલવામાં પણ પસાર કરો. તમારી સફળતાનો વધારે દેખાડો ન કરો. તેનાથી તમારા દુશ્મનોમાં ઇર્ષ્યાની ભાવના આવી શકે છે. આર્થિક રોકાણને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

મીનઃ- ઘરમાં ખાસ મહેમાનોના આવી જવાથી કામ વધારે રહેશે. આજે તમે તમારા રોજિંદા જીવનમાંથી થોડો સમય સુકૂન અને મોજ-મસ્તી માટે પણ કાઢી શકશો. બાળકો તરફથી કોઇપણ શુભ સમાચારની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસથી વિમુખ થઇ શકે છે. આ સમયે તેમનું ધ્યાન બહારની ગતિવિધિઓમાં તથા મોજમસ્તીમાં રહેશે. થોડા લોકો તમને ભાવનાત્મક રૂપથી નબળા કરવા માટે અફવાહ ફેલાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *