GUJARAT INDIA

એવું તો શું કર્યું કે નિર્જીવ વસ્તુઓને પણ બનાવી દીધી સજીવ-જાણો વિગતે

રાજકોટને સ્માર્ટ સિટી બનાવવામાં તેમજ રંગીલુ બનાવવામાં ચિત્ર નગરી પ્રોજેક્ટનો અમૂલ્ય ફાળો રહેલો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે બિહામણા વૃક્ષને પણ રંગ બે રંગી કલરથી સાજ સજ્જા કરવામાં આવી છે.

થોડાંક સમય પૂર્વે જ મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટ ચિત્ર નગરી અંતર્ગત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની દીવાલો પર તેમજ લોકઅપમાં 20થી વધુ ચિત્રો દોરવામાં આવ્યા હતા. ત્યારે ફરી એક વખત મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ દ્વારા ચિત્રનગરી પ્રોજેક્ટ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવેલા હ્યુમન રિસર્ચ ડેવલોપમેન્ટ સેન્ટર ખાતે 60થી પણ વધુ ચિત્રો દોરવામાં આવ્યા છે.

ત્યારે મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ગોટેચાએ ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી ટીમ ચિત્ર નગરી દ્વારા રાજકોટ શહેરમાં અનેક જગ્યાએ ચિત્રો દોરવામાં આવ્યા છે. તો સાથો સાથ સમાજમાં સારો સંદેશ મળી શકે તે માટે અનેક જગ્યાએ slogan પણ લખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *